🔥 TRENDING शहर में हड़कंप: बंद कपड़े की दुकान से... Rain Likely in Andhra Pradesh & Telang... Two Women Cadets Become First to Top S... Man Bludgeons Wife to Death in Debagad... Elderly Dignity Still Elusive in Odish... Arjun Ram Meghwal to Present Delimitat...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા SOGએ અહમેદાબાદ મધ્યસ્થ જેલના વચગાળાના જામીન પર ફરાર થયેલા પાકા કામના કેદીને હિંમતનગરમાં પકડ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 29 Nov 2026, 11:25 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા SOG ટીમે હિંમતનગરના મોતીપુરા પીકઅપ સ્ટેન્ડ પર પાકા કામના કેદી મહેન્દ્રસિંહ મદનસિંહ આલાને ઝડપી પકડ્યો અને જેલમાં સુપરત કર્યો..

સાબરકાંઠા SOG પોલીસ ટીમે અહમેદાબાદ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પર છૂટેલા પાકા કામના કેદી મહેન્દ્રસિંહ મદનસિંહ આલાને હિંમતનગરના મોતીપુરા પીકઅપ સ્ટેન્ડ પર પકડ્યો.આ આરોપી 35 વર્ષનો, મુવાડા, તલોદ, સાબરકાંઠાનો રહેવાસી, જેલમાંથી ફરાર થયા બાદ રોડ પરથી ઝડપી પકડાયો અને હિંમતનગર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી આગળની કાર્યવાહી માટે જિલ્લા જેલ હિંમતનગરમાં સુપરત કરવામાં આવ્યો.કામગીરીમાં નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્‍દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલની સૂચના હેઠળ SOG પોલીસ ઇન્સ્પેક્ટર અજીતસિંહ એમ વાળાની આગેવાનીમાં પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી..

પ્રશસનીય કામગીરી ભાગ લેનારા અધિકારી અને કર્મચારીઓમાં જેમાં સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર અજીતસિંહ એમ વાળા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે યુ ચૌધરી,પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી એમ ઝાલા,હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર,હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ સોલંકી,હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ પરમાર,હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ,પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઈ,પોલીસ કોન્સ્ટેબલ અતુલસિંહનો સમાવેશ થાય છે.આ સફળ કામગીરીથી ફરાર આરોપીને ફરી કાયદાના સકંજામાં લાવવામાં આવ્યો.
📲Get App