🔥 TRENDING उदयपुर में 15 की जगह 16 वोट डाले, उप-प... ਲੁਧਿਆਣਾ ਵਿੱਚ ਹੋਇਆ ਰਾਸ਼ਟਰੀ ਅਲਪਸੰਖਿਅਕ ਰਿ... SMS हॉस्पिटल में जिंदा युवक को थमा दिय... फैक्ट्री में 14 घंट े काम, 7 दिन की मज... 10 करोड़ के हीरे जड़ित ड्रेस में कमी ईशा... Uttarakhand Residents Protest Proposed...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા SOG પોલીસની મોટી સફળતા: ત્રણ વર્ષથી નાસતા ફરતા પ્રોહિબિશનના આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 29 Nov 2026, 07:45 PM 👁 30
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના ત્રણ પ્રોહિબિશન ગુનાઓમાં વોન્ટેડ આરોપીને રાજસ્થાનના ઉદયપુરથી SOG પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે..

સાબરકાંઠામાં-:
ગુનાખોરીને ડામવા અને લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં SOG ટીમને મોટી સફળતા મળી છે.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ SOG પોલીસ ઇન્સ્પેક્ટર અજીતસિંહ એમ વાળાની સૂચના અને માર્ગદર્શનથી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી.તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ઝાડોલ તાલુકાના આમલીયા ગામના નારાયણભાઈ નાગેન્દ્રભાઈ વડેરાને ઝડપી પાડવામાં આવ્યો હતો.પકડાયેલ આરોપી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ત્રણ ગુનાઓમાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો હતો..

આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 35(1)(જ) મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવ્યો હતો.આ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર,હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ સોલંકી,હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ પરમાર,હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ,પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ અતુલસિંહનો સમાવેશ થાય છે.સાબરકાંઠા SOG પોલીસની આ સફળ કામગીરીથી લાંબા સમયથી પોલીસને હાથતાળી આપતા આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે.
📲Get App