🔥 TRENDING ਰੂਪਨਗਰ ਵਿੱਚ ਏਐਸਏਪੀ ਸਟੂਡੈਂਟ ਵਿੰਗ ਦੇ ਨਵੇ... જામનગર-રાજકોટ હાઈવે પર ફલા ગામ પાસે તૂ... मॉल में सरप्राइज चेकिंग के दौरान चोरी... भोर तालुक्यात दोन अल्पवयीन चुलत भावांक... કઠલાલ નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો –... रतनपुर में अवैध महुआ शराब के कारोबार प...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અરવલ્લી SOG પોલીસની સફળ કામગીરી: ખેડા નડીયાદ ટાઉનથી ચોરી થયેલ મોટરસાયકલ મળી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 23 Oct 2026, 04:20 PM 👁 30
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લાના SOG પોલીસએ ખેડા નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરી થયેલ મોટરસાયકલ શોધી કાઢી, જેનાથી સ્થાનિક પોલીસ અધિકારીઓની પ્રશંસનીય કામગીરી સાબિત થઈ..

અરવલ્લીના-:
SOG પોલીસએ ખેડા નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરી થયેલ મોટરસાયકલ શોધી કાઢી, જેનાથી સ્થાનિક પોલીસ અધિકારીઓની પ્રશંસનીય કામગીરી સાબિત થઈ.આ ઘટના મોડાસા-ધનસુરા રોડ પર, આલમપુર પાટીયા પાસે, એક હોન્ડા સાઇન મોટરસાયકલ નંબર જી.જે.૦૭.સી.કયુ.૮૧૩૬ ની ચોરીની શંકા થઈ અને ઇ.ગુજકોપ સોફટવેર દ્વારા તપાસમાં ચોરી થયેલ હોવાનું જણાયું..

ચોરી થયેલ મોટરસાયકલનું મૂલ્ય રૂ.૨૫,૦૦૦/- હતું અને નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં-૧૧૨૦૪૦૪૬૨૬૦૬૫૬/૨૦૨૬ હેઠળ ૩૦૩(૨) કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો.સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપ ટીમના પોલીસ અધિકારી અને કર્મચારીઓ જેમાં પી.બી.ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર, હેડ કોન્સ્ટેબલ દિનેશકુમાર પનાભાઇ, હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ કનુસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ મોરારદાન એ આ કામગીરીમાં મુખ્ય ભૂમિકા ભજવી.આ સફળ કામગીરીથી અરવલ્લી જિલ્લાના પોલીસ વિભાગની મિલકત સુરક્ષા અને ગુનાઓની તપાસમાં કાર્યક્ષમતા સાબિત થાય છે.
📲Get App