🔥 TRENDING Khagaria: Two brothers arrested for bl... Rajasthan Board to Hold 10th Exams Twi... RRB NTPC 10+2 UG ऑनलाइन फॉर्म 2026 के... जैसलमेर में 5209.72 बीघा ओरण भूमि का ह... শমীক বাবু: অস্তিত্বহীন দলের আলোচনা অপ্... सुमेरपुर: धणा में कांग्रेस प्रत्याशी ज...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહીસાગર S.O.G. ને મળી મોટી સફળતા - ડીટવાસ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 05 Oct 2026, 01:18 PM 👁 12
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર,

પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન સાહેબની સુચનાથી, મહીસાગર S.O.G. ને એક મોટી સફળતા મળી છે.

મહીસાગર S.O.G. પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી.ધોરડા અને પી.એસ.આઇ. એચ.બી.સિસોદીયાની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સથી મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી.

ડીટવાસ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહી એક્ટના ગુના નંબર 0254/2025 માં નાસતો ફરતો આરોપી ભુરાભાઈ લાલુભાઈ ડામોર, રહે. ગરિયાતા બામણીયાવાડ, તા. ગલીયાકોટ, જી. ડુંગરપુર, રાજસ્થાન નો હોવાનું સામે આવ્યું હતું.

બાતમી મુજબ આરોપી ડીટવાસ કરવાઈ ચોકડી તરફ આવવાનો હોય, S.O.G. ટીમે છટકું ગોઠવીને આરોપીને દબોચી લીધો હતો. પકડાયેલા આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ડીટવાસ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

આ સફળ કામગીરીમાં S.O.G. ના અધિકારીઓ અને કર્મચારીઓની મહત્વની ભૂમિકા રહી હતી.
📲Get App