🔥 TRENDING Youth Scales 150‑Foot Tower in Bagli,... बाढ प्रभावित किसानों को मिलेगा फ़सल नु... श्योपुर में बारिश-तूफान से गिरे धान को... RBSE 2026 5th & 8th Grade Results Rele... High Court Warns Illegal Buildings Thr... DMK Chief Stalin to Campaign in Dharap...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજકોટ: ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર SOGના હાથે ઝડપાયો
Crime

રાજકોટ: ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર SOGના હાથે ઝડપાયો

✍️ Reporter: Salman sama 🗓 02 Oct 2026, 12:21 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ શહેરમાં આર.ટી.ઓ. કચેરી પાછળ વીર હનુમાન ચોકમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા એક નકલી તબીબને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. તેની પાસેથી મોટી માત્રામાં એલોપેથિક દવાઓ અને તબીબી સાધનો મળી આવ્યા છે.

રાજકોટ શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી પ્રવૃત્તિઓ પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. SOGએ બાતમીના આધારે આર.ટી.ઓ. કચેરી પાછળ આવેલા વીર હનુમાન ચોકમાં દરોડો પાડીને એક શખ્સને મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ નકલી તબીબ 'ડો. અંકુર મહેતા' તરીકે ઓળખાતો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઝડપાયેલા નકલી તબીબ પાસેથી રૂ. ૨૮,૪૦૪ ની કિંમતની એલોપેથિક દવાઓ અને વિવિધ તબીબી સાધનો મળી આવ્યા છે. આ દવાઓ અને સાધનોનો ઉપયોગ કરીને તે જાતે જ દર્દીઓની સારવાર કરતો હતો, જે લોકોના જીવ સાથે ગંભીર ચેડા સમાન છે.

આ સમગ્ર મામલે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે નકલી તબીબની ધરપકડ કરીને કાયદાનું ભાન કરાવ્યું છે અને તેની સામે કડક પગલાં લેવાની તજવીજ હાથ ધરી છે. SOGની આ કાર્યવાહીથી શહેરમાં બોગસ તબીબોમાં ફફડાટ ફેલાયો છે.
📲Get App