🔥 TRENDING Heavy Rains Flood Nabarangpur District... AP High Court Holds Verdict on YSRCP’s... Andhra Pradesh mandates 70% renewable... Andhra Pradesh revamps school textbook... Andhra Pradesh student jumps from 6th... Four Mumbai Residents Die After Car Hi...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા SOG દ્વારા પ્રોહીબીશન ગુનામાં છ મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 25 Sep 2026, 04:25 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા એસ.ઓ.જી. ટીમે તલોદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસતા ફરતા આરોપીને હિંમતનગરથી ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી પોલીસ અધિક્ષકશ્રીના નિર્દેશ હેઠળ કરવામાં આવી હતી.

સાબરકાંઠા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ અને પોલીસ અધિક્ષકશ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ દ્વારા કડક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.

આ સુચનાના પગલે, એસ.ઓ.જી. સાબરકાંઠાના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.વાળાના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર શ્રી.કે.યુ.ચૌધરી અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર શ્રી.પી.એમ.ઝાલાની રાહબરી હેઠળ એસ.ઓ.જી. સ્ટાફ હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો.

દરમિયાન, ASI અનિરૂધ્ધસિંહ શુભેન્દ્રસિંહ અને આ.પો.કોન્સ. દિપકસિંહ ભિખુસિંહને મળેલી ખાનગી બાતમીના આધારે, તલોદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસતો ફરતો આરોપી વિષ્ણુ માંગીલાલ ડાંગી (ઉ.વ. ૨૭, રહે. ડંગારીયો ની તલાઇ, ઓડવારીયા તા.માવલી જી.ઉદેપુર રાજસ્થાન) હિંમતનગર ન્યાય મંદિર પીક અપ સ્ટેન્ડ પાસેથી મળી આવ્યો હતો.

સદરી નાસતા ફરતા આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ- ૩૫(૧)(જે) મુજબ અટક કરી, આગળની કાર્યવાહી માટે હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં ASI અનિરૂધ્ધસિંહ, HC હરપાલસિંહ, PC કલ્પેશકુમાર અને PC દિપકસિંહ સહિતના કર્મચારીઓ જોડાયેલા હતા.
📲Get App