🔥 TRENDING Ganesh Festival Celebrated as Symbol o... Boat Stuck in Dense Forest While Reach... Madhya Pradesh Governor’s Term Ends, N... Gen Z Vibes Illuminate Ganesh Pandal a... BJP says Rajasthan committee chairpers... Rajasthan releases Rs 1.5 crore for DP...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરત ગ્રામ્ય SOGએ પેરોલ પરથી ફરાર આરોપીને પકડ્યો

✍️ Reporter: Dhaval Maheta 🗓 15 Sep 2026, 07:24 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત ગ્રામ્ય SOGની ટીમે પેરોલ રજા પરથી ફરાર થયેલા આરોપીને માંગરોળ તાલુકાના કોસંબા ગામમાં દાઉજી બિલ્ડીંગના બીજા માળેથી પકડી લીધો.

સુરત ગ્રામ્ય SOGએ મર્ડર કેસના ફરાર આરોપીને પકડી પાડ્યો છે. આ આરોપી પેરોલ રજા પરથી છૂટ્યા બાદ જેલમાં પાછો ફર્યો ન હતો. સુરત ગ્રામ્ય વિસ્તારમાં ગુનાખોરી રોકવા અને પેરોલ કે વચગાળાની રજા પરથી ભાગી ગયેલા આરોપીઓને પકડવા માટે ઉચ્ચ અધિકારીઓએ ખાસ સૂચનાઓ આપી હતી.

આ સૂચનાના આધારે, SOG શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.ડી. ઓડેદરા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.ડી. સાંબડની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી.

તે દરમિયાન, SOG શાખાના ASI કિરણસિંહ લક્ષ્મણસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ સાગરભાઇ મગનભાઇને બાતમી મળી હતી. આ બાતમીના આધારે, માંગરોળ તાલુકાના કોસંબા ગામમાં વિજયસ્ટોરની ગલીમાં આવેલી દાઉજી બિલ્ડીંગના બીજા માળેથી આરોપીને પકડી લેવામાં આવ્યો.
📲Get App