🔥 TRENDING হুগলি জেলায় ক্যারিয়ার কাউন্সেলিং সেশন... Raavan: Official Trailer Released, Tea... Jailer 2 Trailer Review: Director Nels... Paach Futacha Bachchan: Official Trail... Indian Airlines Add Flights, Reschedul... Bombay HC Goa Bench Criticises EC Over...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જાંબુ ગામે બોગસ ડોક્ટર ઝડપાયો: SOGએ રૂ.

16 હજારથી વધુની દવાઓ જપ્ત કરી

જાંબુ ગામે બોગસ ડોક્ટર ઝડપાયો: SOGએ રૂ. 16 હજારથી વધુની દવાઓ જપ્ત કરી

✍️ Reporter: Bambhaniya Ravibhai Sanjaybhai 🗓 20 Aug 2026, 08:26 PM 👁 71
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે બોગસ ડોક્ટરો સામે ઝુંબેશ ચલાવી છે. આ અંતર્ગત SOG શાખાએ લીંબડી તાલુકાના જાંબુ ગામે દરોડો પાડી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. આ શખ્સ માન્ય તબીબી ડિગ્રી વિના એલોપેથી સારવાર કરતો હતો.પોલીસને બાતમી મળી હતી કે જાંબુ ગામે તુષારરોય ભકતારોય નામનો વ્યક્તિ પોતાના રહેણાંક મકાનમાં કોઈપણ તબીબી ડિગ્રી વગર એલોપેથી સારવાર આપી રહ્યો છે.આ બાતમીના આધારે SOGની ટીમે પરનાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. એચ.એન. પરીખને સાથે રાખી દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન આરોપી તુષારરોય ભકતારોય (ઉંમર ૩૪) દર્દીઓને સારવાર આપતો રંગેહાથ ઝડપાયો હતો. પોલીસે તેની પાસેથી વિવિધ કંપનીઓની એલોપેથી દવાઓ સહિત કુલ રૂ. ૧૬,૩૮૮નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપી પાસે એલોપેથી પ્રેક્ટિસ કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત કે કાનૂની મંજૂરી નહોતી. આથી, આરોપી વિરુદ્ધ પાણશીણા પોલીસ સ્ટેશનમાં મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ-૩૦ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
📲Get App