🔥 TRENDING India-Pakistan Legends Cricket Match C... સેવા જ્યોતિ યાત્રા' યોજાઈ Kerala Lottery: Dhanalekshmi DL-72 res... Kerala Lottery DL-72 Results: First Pr... Ellyse Perry Expresses Discontent Over... 45-acre land missing in Erravalli, Rev...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અરવલ્લી S.O.G પોલીસે રાજસ્થાનના સાગવાડામાં થયેલ લુંટનો ગુનો ડીટેક્ટ કરી 1.51 લાખના સોના સાથે બે આરોપીઓની ધરપકડ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 07 Oct 2026, 02:16 PM 👁 33
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લા S.O.G પોલીસે રાજસ્થાનના સાગવાડામાં થયેલ અનડીટેક્ટ લુંટના ગુનાને ડીટેક્ટ કરી લુટમાં ગયેલ 1.51 લાખ રૂપિયાના સોનાની બુટ્ટીઓ રિકવર કરી બે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે.

અરવલ્લીમાં-:
S.O.G પોલીસે રાજસ્થાન રાજ્યના સાગવાડા પોલીસ સ્ટેશન હદમાં થયેલ અનડીટેક્ટ લુંટના ગુનાને ડીટેક્ટ કરીને મોટી સફળતા મેળવી છે.પોલીસે લુટમાં ગયેલ તમામ મુદ્દામાલ, એટલે કે સોનાની કાનસેર સાથેની બુટ્ટી નંગ-૨ (કુલ કિંમત રૂ. 1,51,000/-) રિકવર કરીને બે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) અને પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાએ જિલ્લામાં અને બહાર બનતા મિલકત સંબંધી અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા અને આરોપીઓને પકડવા સુચના આપી હતી..

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન S.O.G ટીમે ચોકસાઈપૂર્વક બાતમી મળી હતી કે સર્વોદયનગર ડુંગરી વિસ્તારમાં રહેતા અને અગાઉ લુટ, છેતરપીડી, પ્રોહીબીશન, જુગાર અને મારામારીના ગુનામાં સંડોવાયેલ પ્રકાશભાઈ સવજીભાઈ સલાટ અને શંકરભાઈ જીતુભાઈ સલાટ સોનાના દાગીના સાથે શંકાસ્પદ હાલતમાં ડુંગરી બાયપાસ રોડ ત્રણ રસ્તા પાસે ઉભા છે.આ બાતમીના આધારે પોલીસે બંને ઇસમોને કોડન કરી પકડ્યા હતા. અંગઝડતી દરમિયાન તેમની પાસેથી સોનાની કાનસેર વાળી બુટ્ટી નંગ-૨ મળી આવી હતી.પ્રશ્નોત્તરી દરમિયાન બંને આરોપીઓએ કબુલાત કરી હતી કે આશરે 20 દિવસ પહેલા તેઓ રાજસ્થાનના સાગવાડા ગયા હતા અને ત્યાં એક બહેનને ડરાવી-ધમકાવીને આ સોનાની બુટ્ટીઓ બળજબરીથી કઢાવી લીધી હતી. તપાસ દરમિયાન સાગવાડા પોલીસ સ્ટેશન ખાતે ફ.ગુ.ર.નં. 0237/2026 ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 309(4) મુજબનો ગુનો દાખલ થયેલો હોવાનું બહાર આવ્યું છે.

આમ, અરવલ્લી જિલ્લા S.O.G પોલીસે રાજસ્થાન, પાટણ, મહેસાણા, અમદાવાદ અને દાહોદ જેવા વિવિધ વિસ્તારોમાં લુટ અને છેતરપીડીના ગુનાઓમાં સંડોવાયેલ આ રીઢા આરોપીઓને પકડી લુટમાં ગયેલ પુરેપુરો અસલ મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મેળવી છે. આગળની તપાસ સારૂ બંને આરોપીઓ અને મુદ્દામાલ સાગવાડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ કાર્યવાહી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં પી બી ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી.શાખા,એ એચ રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. શાખા,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કેતનકુમાર મહેશભાઇ,હેડ કોન્સ્ટેબલ દિનેશકુમાર પનાભાઇ,હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ કનુસિંહ,હેડ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિહ પ્રવિણસીહ,હેડ કોન્સ્ટેબલ હસમુખભાઇ કાવજીભાઇ,પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ મોરારદાન..
📲Get App