🔥 TRENDING Kanak News Odisha launches 12NOON Head... Ticket price for Jailer 2 raised in An... Andhra Pradesh Chambers Applauds New G... Andhra Pradesh OKs Higher Ticket Price... Ambaji Temple’s Mohanthal Prasad Award... Harshal Patel vows "Can I do it again"...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદ ગ્રામ્ય SOG દ્વારા રૂ. 1.50 કરોડના પોસડોડાનો જથ્થો ઝડપાયો

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 10 Oct 2026, 04:48 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ ગ્રામ્ય SOG પોલીસે ધોળકા રોડ પરથી એક ટ્રકમાંથી અંદાજે રૂ. 1.50 કરોડથી વધુ કિંમતનો 700 કિલો પોસડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ જથ્થો મધ્યપ્રદેશથી કચ્છ લઈ જવામાં આવી રહ્યો હતો.

અમદાવાદ ગ્રામ્ય SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) ને મોટી સફળતા મળી છે. પોલીસે ધોળકા રોડ પરથી એક ટ્રકને રોકીને તપાસ કરતાં તેમાંથી મોટી માત્રામાં પોસડોડાનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થાનું વજન કરતાં તે અંદાજે 700 કિલો જેટલું થયું હતું, જેને 37 કોથળાઓમાં ભરવામાં આવ્યું હતું.

પ્રાથમિક માહિતી અનુસાર, ઝડપાયેલા પોસડોડાના જથ્થાની કિંમત અંદાજે રૂ. 1 કરોડ 4 લાખ 50 હજારથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. આ જથ્થો મધ્યપ્રદેશથી કચ્છ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો.

પોલીસે આ મામલે ટ્રક માલિક ભેરારામ રામારામ નામના આરોપીને ઝડપી પાડ્યો છે. SOG પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ રેકેટમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
📲Get App