🔥 TRENDING आगरा में बिजली चोरी पर 55 पर मुकदमा, ब... JD(U) chief urges ‘Recall Bihar before... BSF Stops Sikh Nagar Kirtan En Route t... Delhi Government to Upgrade Roads and... मिर्जापुर मोहल्ले में पुलिस ने हथियारो... Bihar Links 968 Police Stations to Nat...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

રાજકોટમાં SMCની મોટી કાર્યવાહી: 86 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 21 Sep 2026, 09:30 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી 86.63 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપીને ઝડપાયો છે અને અન્ય 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

રાજકોટ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. રેઈડ દરમિયાન રૂ. 86,63,712ની કિંમતનો IMFL (વિદેશી દારૂ) જથ્થો મળી આવ્યો હતો. દારૂ સહિત વાહન અને અન્ય મુદામાલ મળી કુલ રૂ. 1,10,91,012નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.

સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી. જેનલિયાની ટીમે અમદાવાદ-રાજકોટ હાઈવે પર મણિનોર ગામ નજીક આવેલી રાધે-કૃષ્ણ હોટલ પાસે જાહેર રોડ પર દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયરની આશરે 604 પેટી તથા 21,792 બોટલ મળી આવી હતી.

રેઈડ દરમિયાન રાજસ્થાનના બ્યાવર તાલુકાના સોનીયાણા ગામના દિલીપસિંહ સુખદેવસિંહ રાવતને ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે અન્ય 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ મામલે રાજકોટ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

SMCની આ કાર્યવાહીથી રાજકોટમાં બહારથી આવતો મોટો દારૂનો જથ્થો ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે ઝડપાયેલા આરોપીની પૂછપરછ હાથ ધરી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની દિશામાં તપાસ શરૂ કરી છે.
📲Get App