🔥 TRENDING New Miocene Fossil Species 'Vizellopsi... Heavy Rain Expected Across North, Nort... Haridwar Woman Files Police Complaint... Uttarakhand CM Pushkar Singh Dhami Reb... Rekha Gupta Unveils 53 New Projects in... Delhi Extends School Admission SIR Dea...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતના લિંબાયત સ્થિત SMCના કચરા પ્રોસેસિંગ પ્લાન્ટમાં ભીષણ આગ, 5 કિલોમીટર દૂરથી દેખાયો ધુમાડો

✍️ Reporter: Dhaval Maheta 🗓 27 Sep 2026, 08:18 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા સુરત મહાનગરપાલિકા (SMC)ના કચરા પ્રોસેસિંગ પ્લાન્ટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. હોટ ફિક્સ કચરાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે 5 કિલોમીટર દૂરથી પણ કાળા ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા હતા.

સુરત શહેરમાં આગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે લિંબાયત વિસ્તારમાં આવેલા સુરત મહાનગરપાલિકાના કચરાના પ્રોસેસિંગ પ્લાન્ટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. મીઠીખાડી નજીક આવેલા આ પ્લાન્ટમાં અગમ્ય કારણોસર આગ લાગતાં જ થોડીવારમાં જ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

પ્લાન્ટમાં મોટા પ્રમાણમાં હોટ ફિક્સ (ટેક્સટાઇલ મટીરિયલ સંબંધિત પ્લાસ્ટિક-કેમિકલયુક્ત કચરો) હોવાથી આગે પળભરમાં બેકાબૂ બની પ્લાન્ટમાં ઝડપથી પ્રસરી ગઈ હતી. જ્વલનશીલ મટીરિયલને લીધે આગ જોતજોતામાં વિકરાળ બની ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે 5 કિલોમીટર દૂરથી પણ આકાશમાં કાળા ડીબાંગ ધુમાડાના ગોટેગોટા સ્પષ્ટપણે જોવા મળતા હતા, જેને પગલે સ્થાનિક રહીશોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ ફાયર કંટ્રોલ રૂમ હરકતમાં આવી ગયો હતો. તાબડતોબ અલગ-અલગ 3 ફાયર સ્ટેશનોમાંથી 5થી વધુ ફાયર ટેન્ડરો અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવવા માટે યુદ્ધના ધોરણે કવાયત હાથ ધરવામાં આવી છે. સદનસીબે હજુ સુધી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.

પ્લાન્ટમાં આગ શોર્ટ સર્કિટથી લાગી કે અન્ય કોઈ કારણસર, તે અંગે ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવશે.
📲Get App