🔥 TRENDING Odisha zoo rolls out special care for... Odisha CM Majhi Meets UAE Minister to... Low-pressure system set to bring torre... Youth Killed While Trying to Overtake... Dalit groups convene in Ludhiana over... Two Children Die in Thatched House Col...
10 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અરવલ્લીના મોડાસામાં SMCની મોટી કાર્યવાહી: રૂ. 23.58 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 09 Sep 2026, 12:46 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક મડાસણા પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

અરવલ્લી જિલ્લાના મોડાસામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂબંધી અંગે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મડાસણા ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી એક કાર ઝડપી પાડવામાં આવી છે. આ સફળ દરોડા દરમિયાન પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસ કાર્યવાહી દરમિયાન કારમાંથી ૨,૮૫૬ નંગ બીયર અને વિદેશી દારૂની બોટલો મળી આવી છે. જપ્ત કરાયેલા આ દારૂની અંદાજિત કિંમત રૂ. ૭.૯૮ લાખ જેટલી થાય છે. પોલીસે રૂ. ૧૫ લાખની કિંમતની કાર અને દારૂ સહિત કુલ રૂ. ૨૩.૫૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ સમગ્ર કાર્યવાહી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસની હદમાં SMC દ્વારા આટલો મોટો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવતા હવે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
📲Get App