🔥 ट्रेंडिंग સુરતમાં મનીયા ડુક્કરને ગેરકાયદે હથિયાર... एंकर कंपनी के इलेक्ट्रीशियन ने उत्पादो... रानोली में बिसलपुर पेयजल सप्लाई का समय... mathura ब्रज के लाल मनीश चौधरी ने बड़े... દીપડાનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ મીણકચ્... પાટડી PSI અને DySP કચેરીના 2 કોન્સ્ટેબ...
14 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
शिक्षा

ભાવનગર: દુધેરી પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ૭ બાળકોને ક્રૂર માર માર્યાની ફરિયાદ, વાલીઓ અને SMC દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી

✍️ रिपोर्टर: IRFAN MANGROLIYA 🗓 14 अक्टू. 2026, 05:54 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દુધેરી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય રજની બારૈયા પર ૭ જેટલા માસૂમ બાળકોને નિર્દયતાથી માર માર્યાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ ઘટના બાદ વાલીઓ અને શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) દ્વારા આચાર્ય સામે કડક કાર્યવાહીની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દુધેરી ગામમાંથી શિક્ષણ જગતને કલંકિત કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. દુધેરી પ્રાથમિક શાળાના આચાર્ય રજની બારૈયા પર ૧ ઓક્ટોબરના રોજ ૭ જેટલા માસૂમ બાળકોને અત્યંત ક્રૂરતાપૂર્વક ઢોરમાર માર્યા હોવાની સનસનાટીભરી ફરિયાદ નોંધાઈ છે.

મળતી ગંભીર વિગતો મુજબ, આચાર્યના મારના કારણે બાળકોના મોઢા સૂજી ગયા હતા અને શરીર પર ગંભીર ઈજાઓના નિશાન પડી ગયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. શાળાની SMC (શાળા વ્યવસ્થાપન સમિતિ) ના પ્રમુખ સહિત ૧૦ જેટલા સભ્યોએ એકત્ર થઈને મહુવાના TPO (તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી) ને લેખિતમાં રજૂઆત કરી આચાર્ય સામે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે.

આક્ષેપો મુજબ, આચાર્ય રજની બારૈયાએ સોશિયલ મીડિયા અને ફોન પર થયેલી વાતચીત દરમિયાન બાળકોને માર માર્યાની વાત સ્વીકારી પણ લીધી છે. SMC સભ્યો અને વાલીઓએ આચાર્ય પર મનસ્વી, તાનાશાહ અને અહમી સ્વભાવ ધરાવતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ગામજનો અને વાલીઓએ તંત્રને અલ્ટીમેટમ આપતાં સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આચાર્ય સામે સત્વરે કડકમાં કડક શિક્ષાત્મક અને કાનૂની કાર્યવાહી નહીં થાય, તો શાળાને તાળાબંધી કરીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

જેમના હાથમાં બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રહેવું જોઈએ તેવા શિક્ષક દ્વારા જ આવી ક્રૂરતા આચરવામાં આવતાં શિક્ષણ વિભાગની નિષ્ક્રિયતા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. તંત્ર દ્વારા આચાર્ય સામે ક્યારે સસ્પેન્શન અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.
📲Get App