🔥 ट्रेंडिंग अदिति शर्मा ने दहेज उत्पीड़न की शिकायत... रामायण के डिजाइनर्स ने दी प्रतिक्रिया स्पाइडर-मैन: ब्रांड न्यू डे ने तोड़े ब... स्पाइडर-मैन ने चीन में 121 मिलियन डॉलर... मामाच्या गोव्याला जाऊया ने तोड़े बॉक्स... मोंटेक अहलूवालिया तमिलनाडु की मदद करें...
03 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ: દરિયાપુરના મનપસંદ જીમખાનામાં SMCના દરોડા, 150થી વધુ જુગારીઓ ઝડપાયા
अपराध

અમદાવાદ: દરિયાપુરના મનપસંદ જીમખાનામાં SMCના દરોડા, 150થી વધુ જુગારીઓ ઝડપાયા

✍️ रिपोर्टर: Padershah Kiranbhai 🗓 03 अग. 2026, 03:34 PM 👁 17

સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જીમખાનામાં મોડી રાત્રે દરોડો પાડીને 150થી વધુ જુગારીઓને ઝડપી પાડ્યા છે. ઘટનાસ્થળેથી મોટી માત્રામાં રોકડ, મોબાઈલ અને વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા જાણીતા મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે મોડી રાત્રે અચાનક દરોડો પાડીને હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી સ્થાનિક પોલીસને કોઈ જાણ કર્યા વિના હાથ ધરવામાં આવી હતી, જેના કારણે પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

રેડ દરમિયાન 150થી વધુ જુગારીઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે. સ્થળ પરથી લાખો રૂપિયાની રોકડ, અનેક મોબાઈલ ફોન, વાહનો તેમજ જુગાર રમવા માટે વપરાતી વિવિધ સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. જીમખાનામાં જુગાર રમાતો હોવાની બાતમી મળતાં જ SMCની ટીમે અચાનક આ ઓપરેશન કર્યું હતું, જેનાથી ત્યાં અફરાતફરી મચી ગઈ હતી.

મનપસંદ જીમખાના લાંબા સમયથી જુગારના અડ્ડા તરીકે જાણીતું છે. આ પહેલાં 2021 અને 2023માં પણ અહીં મોટી રેડો થઈ ચૂકી છે. SMCની વર્તમાન તપાસમાં જુગારધામના સંચાલકો, તેમની સંડોવણી અને પાછળ કોઈ મોટું નેટવર્ક છે કે નહીં તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.
📲Get App