🔥 TRENDING Industrial Zones Planned Along 600‑km... Heavy Showers Sweep Delhi, Pedestrians... Elderly Devotees Await Murari Bapu's R... 🚨 BIG BREAKING NEWS | ବନ୍ଦ ହୋଇପାରେ ୯୦... अभिनेत्री अलकाताई जोगदंड यांची चित्रपट... अनियमितताओं के चलते तीन मेडिकल स्टोरों...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ખેડબ્રહ્મા પોલીસની SHE ટીમ દ્વારા નવરાત્રીમાં મહિલા સુરક્ષા અને નશામુક્તિ માટે જનજાગૃતિ અભિયાન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 15 Oct 2026, 01:42 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની "SHE ટીમ" દ્વારા નવરાત્રી મહોત્સવ નિમિત્તે મહિલાઓની સુરક્ષા, સાયબર ગુનાઓ સામે જાગૃતિ અને યુવાનોમાં નશામુક્તિના સંદેશા સાથે એક મહત્વપૂર્ણ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું..

સાબરકાંઠાના-:
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન સંચાલિત "SHE ટીમ" દ્વારા નવરાત્રી મહોત્સવ દરમિયાન નાગરિકોમાં સુરક્ષા અને જાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુ સાથે એક વિશેષ જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો, સાયબર ગુનાઓ અંગે લોકોને માહિતગાર કરવાનો અને યુવાનોને નશામુક્તિ માટે પ્રેરિત કરવાનો હતો.આ અભિયાન અંતર્ગત "SHE ટીમ" દ્વારા મહિલાઓને કોઈપણ અસુરક્ષા કે મુશ્કેલીની સ્થિતિમાં તાત્કાલિક મદદ મેળવવા માટે 112 હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.આ ઉપરાંત, સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોય તેવા કિસ્સાઓમાં તાત્કાલિક જાણ કરવા માટે 1930 સાયબર ક્રાઇમ હેલ્પલાઇન વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી..

અભિયાન દરમિયાન "SHE ટીમ" દ્વારા યુવાનોને નશાખોરીથી દૂર રહીને સ્વસ્થ અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. લોકોને જાગૃત કરવા માટે ખાસ તૈયાર કરાયેલા જનજાગૃતિ પેમ્ફલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું,જેમાં સુરક્ષા અને આરોગ્ય સંબંધિત મહત્વપૂર્ણ સંદેશાઓ સમાવિષ્ટ હતા.ખેડબ્રહ્મા પોલીસ હંમેશા નાગરિકોની સુરક્ષા, સહાય અને જાગૃતિ માટે પ્રતિબદ્ધ રહી છે.પોલીસ દ્વારા જાહેર જનતાને ઇમરજન્સી હેલ્પલાઇન 112 અને સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 નો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે.
📲Get App