🔥 TRENDING નવરાત્રિ પૂર્વે વડોદરાના ગરબા રસિકોમાં... भुवनेश्वर में 12 घंटे की हड़ताल से जनज... રાજકોટ: અમરનગર વિસ્તારમાં શ્વાન પાસે હ... CBI Raids Punjab Over WhatsApp‑Linked... Personal Assistant of Assam Leader Fou... Gohpur, Assam to host Zubeen Garg free...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ: વર્લ્ડ સિનિયર સિટિઝન્સ ડે નિમિત્તે પોલીસની SHE ટીમ દ્વારા વડીલોને મળીને પાઠવવામાં આવી શુભેચ્છાઓ
Local

અમદાવાદ: વર્લ્ડ સિનિયર સિટિઝન્સ ડે નિમિત્તે પોલીસની SHE ટીમ દ્વારા વડીલોને મળીને પાઠવવામાં આવી શુભેચ્છાઓ

✍️ Reporter: Hardik Shukla 🗓 23 Aug 2026, 07:28 AM 👁 57
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ શહેર પોલીસની SHE ટીમ દ્વારા વડીલો સાથે મુલાકાત કરી તેમને સુરક્ષાનો અહેસાસ કરાવવામાં આવ્યો હતો.

વર્લ્ડ સિનિયર સિટિઝન્સ ડેના અવસરે અમદાવાદ શહેર પોલીસની SHE ટીમ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત પોલીસની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને વડીલોની મુલાકાત લીધી હતી અને તેમને આ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ મુલાકાત દરમિયાન પોલીસ અધિકારીઓએ વડીલો સાથે સંવાદ સાધ્યો હતો. પોલીસ દ્વારા તેમને ખાતરી આપવામાં આવી હતી કે કોઈપણ મુશ્કેલીના સમયે પોલીસ હંમેશા તેમની પડખે ઊભી છે અને તેમની સુરક્ષા માટે પોલીસ તંત્ર સતત કાર્યરત છે.

પોલીસના આ અભિગમથી વડીલોમાં સુરક્ષાની ભાવના અને આત્મવિશ્વાસમાં વધારો જોવા મળ્યો હતો. પોલીસની SHE ટીમ દ્વારા કરવામાં આવેલી આ પહેલની સ્થાનિક સ્તરે સરાહના કરવામાં આવી હતી.
📲Get App