🔥 TRENDING गांधी जयंती पर शिक्षकों के सम्मान में... Baththa Box Office: Vijay Sethupathi F... Ajay Devgn's Drishyam 3 Nets Nearly ₹1... CAT Overturns Termination of Haryana A... ED Raids TDI Group Over Gurgaon-Manesa... રાજકોટમાં જાહેરમાં હથિયાર બતાવી મહિલાએ...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલી ખાતે ૭૦મી અખિલ ભારતીય શાળાકીય (SGFI) રાજ્યકક્ષાની કબડ્ડી (બહેનો) સ્પર્ધાનું ભવ્ય આયોજન થશે

અમરેલી ખાતે ૭૦મી અખિલ ભારતીય શાળાકીય (SGFI) રાજ્યકક્ષાની કબડ્ડી (બહેનો) સ્પર્ધાનું ભવ્ય આયોજન થશે

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 03 Oct 2026, 09:32 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી ખાતે ૭૦મી અખિલ ભારતીય શાળાકીય (SGFI) રાજ્યકક્ષાની કબડ્ડી (બહેનો) સ્પર્ધાનું ભવ્ય આયોજન થશે

અમરેલી, ૦૨ ઓક્ટોબર
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત ૭૦મી અખિલ ભારતીય શાળાકીય (SGFI) રાજ્યકક્ષાની કબડ્ડી (બહેનો) સ્પર્ધાનું ભવ્ય આયોજન આ વર્ષે અમરેલી ખાતે કરવામાં આવ્યું છે. જિલ્લા રમત ગમત અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, અમરેલીના સંયુક્ત ઉપક્રમે યોજાનારી આ મેગા સ્પર્ધા આગામી તા. ૧૪ ઓક્ટોબર ૨૦૨૬ થી ૨૦ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન લીલીયા રોડ પર આવેલા લાલાવદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે રમાડવામાં આવશે.
આ મહાસ્પર્ધામાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આવતી બહેનોની ટીમો ભાગ લેશે. સ્પર્ધાને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા માટે વયજૂથ અનુસાર અલગ-અલગ તારીખો નક્કી કરવામાં આવી છે. જેમાં અંડર-૧૪ (બહેનો) માટેની સ્પર્ધા ૧૫ અને ૧૬ ઓક્ટોબર દરમિયાન, અંડર-૧૭ (બહેનો) માટેની સ્પર્ધા ૧૭ અને ૧૮ ઓક્ટોબર દરમિયાન તેમજ અંડર-૧૯ (બહેનો) માટેની સ્પર્ધા ૧૯ અને ૨૦ ઓક્ટોબર દરમિયાન યોજાશે. તમામ જિલ્લાના રમત ગમત અધિકારીશ્રીઓને પોતાની ટીમોની સત્તાવાર એન્ટ્રી આગામી તા.૧૨ ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં કચેરીના ઈ-મેઈલ આઈડી dsdo-amreli@gujarat.gov.in પર અચૂક મોકલી આપવાની રહેશે.

રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં ભાગ લેવા આવનાર ખેલાડીઓ, કોચ અને મેનેજર સહિત કુલ ૧૪ સભ્યોની ટીમ માટે રહેવા તેમજ રિપોર્ટિંગ કરવાની સુવ્યવસ્થિત વ્યવસ્થા ચક્કરગઢ રોડ પર પટેલ સંકુલની સામે આવેલી ક્રિષ્ના હોસ્ટેલ, અમૃતધારા સોસાયટી ખાતે કરવામાં આવી છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે દરેક ટીમે અધિકૃત સહી-સિક્કા સાથેનું SGFI માન્ય ૨૦ કોલમ વાળું ઓરીઝનલ એલીજીબીલીટી ફોર્મ (૩ નકલમાં), બોનાફાઈડ સર્ટિફિકેટ, આધારકાર્ડ તેમજ વાલીનું સંમતિપત્ર લાવવું અનિવાર્ય રહેશે. બહેનોની ટીમ હોવાથી નિયમ અનુસાર ટીમ સાથે મેનેજર અથવા કોચ તરીકે ફરજિયાતપણે મહિલા ઓફિશિયલને જ મોકલવાના રહેશે.

કચેરીની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ, સ્પર્ધા દરમિયાન તમામ ખેલાડીઓએ પોતાના રમતને અનુરૂપ ગણવેશ (યુનિફોર્મ) પહેરવાનો રહેશે અને કોઈપણ બિન-અધિકૃત વ્યક્તિને ટીમ સાથે લાવી શકાશે નહીં. ખેલાડીઓના પ્રવાસ અને ભથ્થાના નાણાં મેનેજરશ્રીના બેંક ખાતામાં RTGS દ્વારા જમા કરવામાં આવનાર હોવાથી બેંક પાસબુકની વિગતો સાથે લાવવાની રહેશે. સ્પર્ધાના સુચારુ સંચાલન અને વધુ માહિતી માટે કચેરીના પ્રતિનિધિઓ કિરણબેન કાનાણી (૮૫૩૦૯ ૬૩૫૦૩), નીતાબેન કટેશીયા અથવા જીજ્ઞેશભાઈ સોલંકી (૮૪૮૮૮ ૦૭૪૮૮) નો સંપર્ક કરવા જિલ્લા રમત ગમત અધિકારી (ઇન્ચાર્જ), અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
📲Get App