🔥 ट्रेंडिंग सूरत (खजौड़) डंपिंग साइट पर दिवाली से... વડોદરા માં દિવાળીનું ઉત્સવમય રસ્તાઓ தமிழக அரசின் அதிரடி உத்தரவு! दिल्ली के रामलीला मैदान की गूंज कटिहार... भदोही में ‘कामयाबी का आगाज ट्रस्ट’ ने... ફરિયાદી સાથે કથિત રીતે ₹24.76 કરોડથી વ...
01 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સુરવા ગામે પાણીમાં ફસાયેલા છ લોકોનું SDRF દ્વારા સફળ રેસ્ક્યૂ

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સુરવા ગામે પાણીમાં ફસાયેલા છ લોકોનું SDRF દ્વારા સફળ રેસ્ક્યૂ

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 31 जुल. 2026, 02:56 PM 👁 201
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સુરવા ગામ ખાતે ભારે વરસાદના કારણે પાણીના પ્રવાહમાં ફસાયેલા છ લોકોને રાજ્ય આપદા પ્રતિસાદ દળ (SDRF)ની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે પહોંચાડ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ SDRFની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી રેસ્ક્યૂ સાધનોની મદદથી તમામ છ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. રેસ્ક્યૂ કામગીરી દરમિયાન સ્થાનિક તંત્ર અને ગ્રામજનોએ પણ સહયોગ આપ્યો હતો.
સમયસર કરવામાં આવેલી કામગીરીના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. હાલ તમામ લોકો સલામત હોવાનું જાણવા મળ્યું છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે
📲Get App