🔥 TRENDING श्रीगंगानगर के सीमावर्ती गांवों में 35... Fans Praise Intensity of Pakistan-Indi... 32 દેશોના નિરીક્ષકોએ ગુજરાતની મુલાકાત... अलीगंज हनुमान मंदिर में महाप्रसाद वितर... Kumkum Mohod Sets Sights on Olympic Ar... Ekta Kapoor’s Early 2000s Dramas Redef...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાતમાં SD PAY ઠગાઈ કૌભાંડમાં 6 આરોપીઓની ધરપકડ, 634 કરોડ રૂપિયા ઠગાયા
Crime

ગુજરાતમાં SD PAY ઠગાઈ કૌભાંડમાં 6 આરોપીઓની ધરપકડ, 634 કરોડ રૂપિયા ઠગાયા

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 08 Sep 2026, 11:50 AM 👁 83
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

SITએ SD Pay અને Apna Pay એપ દ્વારા 1.5 લાખથી વધુ રોકાણકારો પાસેથી 634 કરોડ રૂપિયા ઠગાયા કૌભાંડમાં 6 આરોપીઓની ધરપકડ કરી.

SITએ SD Pay અને Apna Pay એપ દ્વારા 1.5 લાખથી વધુ રોકાણકારો પાસેથી 634 કરોડ રૂપિયાની ઠગાઈમાં સામેલ 6 આરોપીઓને ધરપકડ કરી છે.

આ કૌભાંડમાં દૈનિક 0.15% થી 0.30% વળતર અને 15-સ્તરની રેફરલ બોનસની લાલચ આપી રોકાણ કરાવાયું હતું. ડમી કંપનીઓ અને 15 બેન્ક ખાતાઓમાં નાણાંની હેરાફેરી કરીને રોકાણકારોને છેતરવામાં આવ્યા હતા.

ધરપકડ કરાયેલા આરોપીઓમાં સૂર્યસિંહ રાઠોડ (ઉ. 24, ડિરેક્ટર, S.D. Hub Pvt. Ltd., રહે. માણસા, ગાંધીનગર), આશિષ ગેડિયા (ઉ. 38, મૂળ સાવરકુંડલા, હાલ સુરત), ભાવેશ ચૌહાણ (ઉ. 41, મૂળ સાવરકુંડલા, હાલ સુરત), નિશી પ્રસાદ (ઉ. 47, રહે. મહેસાણા, મૂળ બિહાર), સોહિલ મકવાણા (ઉ. 26, રહે. મહેસાણા) અને નિરવકુમાર પટેલ (ઉ. 32, રહે. બલોલ, મહેસાણા) શામેલ છે.

NCCRP પોર્ટલ પર તપાસમાં આ ગેંગના 12 બેન્ક ખાતાઓ સામે દેશભરમાંથી 83 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું જાણવા મળ્યું છે. SIT વધુ કંપનીઓ અને બેન્ક ખાતાઓની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ રાખી રહ્યું છે.
📲Get App