🔥 TRENDING ગણેશ વિસર્જન સમયે જૂની અદાવતે બે જૂથો... Supreme Court Declines to Intervene in... Chhattisgarh CM Visits Flood‑Hit Sukma... Heavy Rains in Chhattisgarh Leave 8 De... LPU Suspends Classes for 10 Days as Pr... सूरत के डुमस बीच पर नहाने गए दो युवक ड...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

હિંમતનગર: સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ SC વિભાગની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 28 Sep 2026, 05:02 PM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ (SC) વિભાગની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ. આ બેઠકમાં રાજસ્થાન સરકારના પૂર્વ રાજ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસ SC વિભાગના પ્રભારી શ્રી શંકર યાદવજી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા..

સાબરકાંઠાના-:
હિંમતનગર ખાતે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ (SC) વિભાગની એક મહત્વપૂર્ણ વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લામાં દલિત સમાજને સંગઠિત કરવા અને કોંગ્રેસ પક્ષની વિચારધારાને લોકો સુધી પહોંચાડવા અંગે ચર્ચા કરવામાં આવી.આ બેઠકમાં રાજસ્થાન સરકારના પૂર્વ રાજ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસ SC વિભાગના પ્રભારી શ્રી શંકર યાદવજી, ગુજરાત કોંગ્રેસ SC ડિપાર્ટમેન્ટના ચેરમેન શ્રી હિતેન્દ્ર પીઠડિયાજી, તેમજ સાબરકાંઠા જિલ્લાના તમામ વરિષ્ઠ દલિત અગ્રણીઓ, પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા..

બેઠક દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં અનુસૂચિત જાતિના સમાજનું સંગઠન વધુ સુદ્રઢ અને મજબૂત બને તે માટેના પ્રયાસો પર ભાર મૂકવામાં આવ્યો.સાથે જ કોંગ્રેસ પક્ષની નીતિઓ અને વિચારધારાને સમાજના દરેક ઘર સુધી પહોંચાડવા માટેની રણનીતિઓ પર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી.
📲Get App