🔥 TRENDING दिल्ली पुलिस की जंतर-मंतर पर 10 अक्टूब... Afghanistan Cricket Team clinches hist... ગાંધીનગર દ્વારા આયોજિત **‘આયુષ મેળો–૨૦... ಮೈಸೂರು ದಸರಾ ಸಿದ್ಧತೆ ಪರಿಶೀಲಿಸಿದ ಶಾಸಕ ಯತ... गिलास छाप की चुनावी हुंकार! सुरेंद्र प... थाना भवन मेले में धार्मिक स्थल के पास...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગરના RTO વિસ્તારમાં કારના બોનેટમાં કોબ્રા ઘૂસી જતાં અફરાતફરી
Local

હિંમતનગરના RTO વિસ્તારમાં કારના બોનેટમાં કોબ્રા ઘૂસી જતાં અફરાતફરી

✍️ Reporter: Kharadi Dipak Kumar 🗓 24 Aug 2026, 12:52 AM 👁 74
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરના RTO પાસે આવેલા બાબા નાસ્તા હાઉસ નજીક એક કારના બોનેટમાં કાળો કોબ્રા સાપ ઘૂસી જતાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

હિંમતનગરના RTO વિસ્તારમાં આવેલા બાબા નાસ્તા હાઉસ પાસે આજે એક અણધારી ઘટના બની હતી. અહીં અચાનક એક કાળો કોબ્રા સાપ આવી ચડતા આસપાસના લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાપને જોવા માટે થોડી જ વારમાં લોકોનું મોટું ટોળું એકત્ર થઈ ગયું હતું.

આ દરમિયાન, આ ઝેરી કોબ્રા સાપ ત્યાં ઉભેલી એક કારના બોનેટમાં જઈને સંતાઈ ગયો હતો. સાપને કારમાં ઘૂસેલો જોઈને કાર માલિકનો જીવ પડીકે બંધાયો હતો. સાપને બહાર કાઢવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ તે બહાર નીકળવાનું નામ લેતો નહોતો.

ઘણા પ્રયાસો છતાં સાપ બહાર ન આવતા, અંતે કાર માલિકે હિંમત દાખવી હતી. તેમણે ડર રાખ્યા વિના કાર હંકારી હતી અને ત્યાંથી નીકળી ગયા હતા.
📲Get App