🔥 TRENDING కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 'ఛలో ఢ... రోడ్డు ప్రమాద బాధితుడికి ఎమ్మెల్యే ఆరి... రూ. 40 కోట్ల మోసం కేసులో చిట్స్ వ్యాపా... వృత్తి రక్షణ చట్టం అమలు చేయాలని న్యాయవ... Power Creator Awards 2026: Voting Clos... Seema Biswas lauds Nana Patekar for hi...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમરેલી RTO કચેરીમાં દારૂની બોટલોનો જથ્થો મળ્યો, કવરેજ કરવા ગયેલા પત્રકાર પર હુમલાનો પ્રયાસ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 10 Oct 2026, 01:05 AM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી RTO કચેરીના પટાંગણમાં વિદેશી દારૂની ખાલી બોટલોનો જથ્થો મળી આવતા ચકચાર મચી છે. આ મામલે કવરેજ કરવા ગયેલા પત્રકાર પર RTO સ્ટાફ દ્વારા હુમલાનો પ્રયાસ અને ધમકીઓ આપ્યાનો આરોપ છે.

રાજ્યમાં દારૂબંધીના કડક અમલના દાવાઓ વચ્ચે અમરેલી RTO કચેરી વિવાદના વમળમાં ફસાઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, અમરેલી RTO કચેરીના પટાંગણમાં અને બારી પાસે વિદેશી દારૂની ખાલી બોટલોનો જથ્થો પડેલો જોવા મળ્યો હતો. આ અંગેની બાતમીના આધારે એક જાગૃત પત્રકાર પોતાની ચેનલ માટે કવરેજ કરવા RTO કચેરી ખાતે પહોંચ્યા હતા.

કચેરીમાં ખાનગી વાહનો પાર્ક કરેલા અને ખુલ્લેઆમ દારૂની બોટલો પડેલી હોવાનું સામે આવતા પત્રકાર અને સાથે રહેલા સામાજિક કાર્યકરે ત્યાં હાજર RTO ઇન્સ્પેક્ટરને સવાલ પૂછ્યા હતા. આરોપ છે કે સવાલોના જવાબ આપવાને બદલે RTO સ્ટાફ ઉશ્કેરાઈ ગયો હતો. પત્રકારનો અવાજ દબાવવા માટે કચેરીના ગેટને તાળું મારવાની કોશિશ કરવામાં આવી હતી અને "તમારી સામે પોલીસ ફરિયાદ કરીશું" એવી ધમકી આપી હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.

આ ઘટનાના વીડિયો વાયરલ થયા બાદ અનેક સવાલો ઉભા થયા છે. શું સરકારી કચેરીમાં દારૂની મહેફિલ જામે છે? બોટલો મળી તો તપાસ કરવાને બદલે પત્રકારને ધમકાવવાનું કારણ શું? શું અધિકારીઓ પોતાની ખામીઓ છુપાવવા મીડિયાનો અવાજ દબાવી રહ્યા છે? લોકોમાં માંગ ઉઠી છે કે આ મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે.

આ ઘટનાએ લોકશાહીના ચોથા સ્તંભની સુરક્ષા પર પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે. સરકારી કચેરીઓમાં આવી પ્રવૃત્તિઓ અને મીડિયા પર દબાણ લાવવાના પ્રયાસોની નિષ્પક્ષ તપાસ થવી અત્યંત જરૂરી છે.
📲Get App