🔥 TRENDING 18-year-old Deepesh Devendran snags 3... समय पर जुताई से चने और मसूर की फसल पर... Sai Sudharsan Returns to Tamil Nadu Fr... Elderly climber in Pathankot ready to... Tribal women in Damoh protest 50-acre... Defense Lawyers Ask More Jail Meeting...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
લોક અધિકાર મંચ દ્વારા RTI, RCPC, RTE કાયદાના કડક અમલ અને ખાનગી શાળાઓની ફી લૂંટ સામે રાજ્યપાલને આવેદન
Local

લોક અધિકાર મંચ દ્વારા RTI, RCPC, RTE કાયદાના કડક અમલ અને ખાનગી શાળાઓની ફી લૂંટ સામે રાજ્યપાલને આવેદન

✍️ Reporter: Naqvi Mehendi Hasan 🗓 12 Oct 2026, 07:31 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લોક અધિકાર મંચ ભારત દ્વારા ગુજરાતના તમામ કલેક્ટર મારફતે રાજ્યપાલશ્રીને RTI, RCPC અને RTE કાયદાના કડક અમલ તથા ખાનગી શાળાઓમાં અયોગ્ય શિક્ષકોની ભરતી અને ફી લૂંટ સામે તપાસની માંગ કરતું આવેદનપત્ર સુપરત કરાયું.

ગાંધીનગર/અમદાવાદ: દેશના સામાજિક ચળવળકારોનું સંવિધાનિક અધિકારો માટે કાર્યરત સંગઠન ‘લોક અધિકાર મંચ ભારત’ દ્વારા ગુજરાત રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓ મારફતે રાજ્યના મહામહિમ રાજ્યપાલશ્રીને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સરકારી તેમજ જાહેર સંસ્થાઓમાં માહિતી અધિકાર (RTI Act 2005), નાગરિક સેવા અધિકાર (RCPC Act 2013) તથા મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર (RTE Act 2009) સહિતના પાયાના કાયદાઓના ખુલ્લેઆમ ઉલ્લંઘન અને વહીવટી ગેરરીતિઓ સામે આ આવેદનપત્ર પાઠવી તમામ કાયદાઓનું ચુસ્ત પાલન સુનિશ્ચિત કરવા માંગ કરાઈ છે.

આ કાર્યક્રમ અંતર્ગત તા. ૧૨/૧૦/૨૦૨૬ ના રોજ બપોરે ૧:૦૦ કલાકે રાજ્યભરમાં સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. આવેદનપત્ર સુપરત કરતાં પહેલાં દેશની આઝાદી અને નાગરિક હકો માટે શહાદત વહોરનાર વીર શહીદોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં મુખ્ય માંગણીઓ પૈકી તમામ જાહેર સત્તા મંડળોમાં માહિતી અધિકારીઓના નામ, હોદ્દો, સંપર્ક વિગતો અને ઓફિસનું સરનામું સ્પષ્ટ વાંચી શકાય તેવા જાહેરાત બોર્ડ તાત્કાલિક લગાવવાની માંગ કરાઈ છે.

વધુમાં, RTI કાયદાની કલમ ૪(૧)(બી) મુજબ સૂચિત માહિતીનું રજિસ્ટર તૈયાર કરી જનતા સમક્ષ સાર્વજનિક કરવા અને નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું પાલન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. રાઈટ ટુ સિટીઝન્સ પબ્લિક સર્વિસ એક્ટ (RCPS) હેઠળ ફરિયાદ નિવારણ અધિકારી, મુકરર અધિકારી અને અપીલ અધિકારીઓના નામ, હોદ્દા અને ફરિયાદ/અપીલ કરવાના નિયત ફોર્મ જાહેરમાં ઉપલબ્ધ કરાવવાની પણ માંગ કરાઈ છે.

ખાનગી શાળાઓમાં અયોગ્ય શિક્ષકોની ભરતી અને તેના કારણે બાળકોના શિક્ષણ તથા માનસિક સુરક્ષાને થતા નુકસાન અંગે પણ ચિંતા વ્યક્ત કરાઈ છે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ અને RTE Act મુજબ માત્ર પ્રમાણિત લાયકાત ધરાવતા શિક્ષકોની નિમણૂંક કરાવવાની જવાબદારી DEO અને DPEO કચેરીની છે તેમ જણાવતા, નિયમોનું પાલન ન કરતી શાળાઓ દ્વારા ફી નિર્ધારણ સમિતિ પાસેથી કરોડો રૂપિયાની ઊંચી ફી વસૂલવાના પરવાના મેળવી વાલીઓને લૂંટવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરી આ પ્રવૃત્તિ તાત્કાલિક રોકવા ઉગ્ર માંગણી કરવામાં આવી છે. આ આવેદનપત્ર શ્રી ગોપાલભાઈ જોડિયા, શ્રી રાણીંગભાઈ ઢસાત, શ્રી નકવી મહેંદીહસન, શ્રી રાજેશભાઈ દલ સહિતના સામાજિક કાર્યકરો દ્વારા સુપરત કરાયું હતું.
📲Get App