🔥 TRENDING Faridabad Police Seize Rs13 Lakh Worth... Third Accused Arrested in West Bengal... Man Arrested After Killing Two Sisters... Drishyam 3 Sees Lowest Day‑11 Take Yet... Rashmika Mandanna & Vijay Deverakonda... Bhumi Pednekar Spotted in Casual Chic...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
માહિતી કમિશનરશ્રીની અધ્યક્ષતામાં ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના અધિકારીઓ માટે 'RTI સંવાદ' નું સફળ આયોજન

માહિતી કમિશનરશ્રીની અધ્યક્ષતામાં ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના અધિકારીઓ માટે 'RTI સંવાદ' નું સફળ આયોજન

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 13 Oct 2026, 10:14 AM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માહિતી કમિશનરશ્રીની અધ્યક્ષતામાં ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના અધિકારીઓ માટે 'RTI સંવાદ' નું સફળ આયોજન

માહિતી અધિકાર કાયદાની મહત્વની જોગવાઈઓ, વિવિધ હાઈકોર્ટના ચુકાદાઓ અને ક્ષતિઓ નિવારવા અંગે વિસ્તૃત માર્ગદર્શન


અમરેલી તા. ૧૨ ઓક્ટોબર,૨૦૨૬
ભાવનગર, અમરેલી તથા બોટાદ જિલ્લાના માહિતી અધિકારીશ્રીઓ અને અપીલ અધિકારીશ્રીઓ માટે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એક વિશેષ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૦૮/૧૦/૨૦૨૬ ના રોજ બપોરે ૩:૨૫ થી સાંજના ૪:૦૦ કલાક સુધી માહિતી કમિશનરશ્રીની અધ્યક્ષતામાં આ 'RTI સંવાદ' સફળતાપૂર્વક યોજાયો હતો.

આ સંવાદ આયોજનમાં ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના તમામ માહિતી અધિકારીશ્રીઓ અને અપીલ અધિકારીશ્રીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ બેઠક અંતર્ગત જિલ્લા મથકેથી કલેક્ટર કચેરી ખાતે તેમજ તાલુકા મથકોએથી તમામ માહિતી અધિકારીશ્રીઓ અને અપીલ અધિકારીશ્રીઓ જે-તે તાલુકાની મામલતદાર કચેરી ખાતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા.

આ સંવાદ કાર્યક્રમ અંતર્ગત અધ્યક્ષ સ્થાનેથી માહિતી કમિશનરશ્રી દ્વારા માહિતી અધિકાર (RTI) ના કાયદા સંબંધિત તમામ મહત્વની જોગવાઈઓની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ સાથે જ આ કાયદાને લગતા વિવિધ હાઈકોર્ટના મહત્વના ચુકાદાઓની પણ ઝીણવટભરી માહિતી પૂરી પાડવામાં આવી હતી. વધુમાં, માહિતી આયોગ કક્ષાએ કામગીરી દરમિયાન જે વારંવાર ક્ષતિઓ ધ્યાને આવે છે, તેને ભવિષ્યમાં કેવી રીતે નિવારવી તે અંગે જરૂરી સૂચનાઓ આપીને યોગ્ય ભાવિ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
📲Get App