🔥 ट्रेंडिंग ગુરુપૂર્ણિમાના પાવન પર્વે મુખ્યમંત્રી... बोहोपल में किसान मार्च, 100% मूंग की M... प्रयंक खार्ज़ ने सावरकर पर हमला, विवाद... करन देओल की 7 साल बाद स्क्रीन पर वापसी... भारत में वेतन वृद्धि 8.6%-10.2% तक, ईव... मुख्य न्यायाधीश ने दिल्ली पुलिस की X प...
29 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગારિયાધાર પોલીસની તબાડતોબ કાર્યવાહી, ₹૧૨,૩૦૦ ની રોકડ સાથે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર જુગારીઓ ઝડપાયા
स्थानीय

ગારિયાધાર પોલીસની તબાડતોબ કાર્યવાહી, ₹૧૨,૩૦૦ ની રોકડ સાથે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર જુગારીઓ ઝડપાયા

✍️ रिपोर्टर: Makvana Jaydip 🗓 29 जुल. 2026, 02:28 PM 👁 25

ગારિયાધાર શહેરમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ૪ ઇસમોને ગારિયાધાર પોલીસની સર્વેલન્સ ટીમે ₹૧૨,૩૦૦ ની રોકડ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે, અને તેમની સામે ગુજરાત જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગારિયાધાર પોલીસની તબાડતોબ કાર્યવાહી, ₹૧૨,૩૦૦ ની રોકડ સાથે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર જુગારીઓ ઝડપાયા.
ઘટનાની વિગત (તારીખ - ૨૮ જુલાઈ): ગારિયાધાર શહેરમાં જાહેરમાં હારજીતનો તીનપત્તી જુગાર રમી રહેલા ૪ ઇસમોને ગારિયાધાર પોલીસની સર્વેલન્સ ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
પોલીસે દરોડા દરમિયાન જુગારમાં વપરાતી ₹૧૨,૩૦૦ ની રોકડ રકમ સહિતનો મુદ્માલ કબ્જે કર્યો.

ચારેય આરોપીઓ સામે ગુજરાત જુગાર અધિનિયમ કાયદામાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પકડાયેલા આરોપીઓના નામ અને સરનામું:

મનબાગસીંગ ઉર્ફે મનુસીંગ ભરતસીંગ રામગઢીયા
ભરતભાઈ ઓધાભાઈ ગોહિલ
મનોજભાઈ પ્રકાશનભાઈ મકવાણા
મેહુલભાઈ વિણુભાઈ મેર
(નોંધ: ચારેય આરોપીઓ સીતારામ નગર, ગારિયાધારના રહેવાસી છે.)

પોલીસનો સંદેશ: ગારિયાધાર પોલીસ દ્વારા જાહેરમાં ચાલતી ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.

આ સફળ કામગીરીમાં જોડાયેલ પોલીસ સ્ટાફ:
પોલીસ ઇન્સ્પેક્ટર આર. ડી. રબારી
પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. બી. રાઠોડ
ભગવાનભાઈ સાંબડ
કમલગીરી ગોસ્વામી
રૂખડ ભાઈ બળાયકા
સંદીપભાઈ ઝાંજવાડીયા

સ્થાનિક પ્રતિસાદ: ગારિયાધાર પોલીસની આ કામગીરીને સ્થાનિક નાગરિકોએ બિરદાવી છે અને જાહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવાની માંગ ઉઠી છે.
📲Get App