🔥 TRENDING સુરત મહાનગરપાલિકાની બેદરકારી: માતૃભૂમિ... BMW Driver Accused of Attempting to Ru... जसवंतपुरा जीतपुरा की नई सरपंच पिंटू कु... 35 Indian Seafarers Safe After Three M... Indian Navy Strengthens Maritime Air P... Mumbai Man Arrested for Setting Cow on...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે એકતાનગરમાં ₹9.49 કરોડના ખર્ચે નિર્મિત ‘રેઇન ફોરેસ્ટ’ પ્રોજેક્ટનું લોકાર્પણ

✍️ Reporter: Atul Thakor 🗓 01 Nov 2026, 10:54 AM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે એકતાનગરમાં ₹9.49 કરોડના ખર્ચે નિર્મિત ‘રેઇન ફોરેસ્ટ’ પ્રોજેક્ટનું લોકાર્પણ...

સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે એકતાનગર ખાતે 47,000 ચોરસ મીટર વિસ્તારમાં વિકસિત ‘રેઇન ફોરેસ્ટ’ પ્રોજેક્ટનું વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે પ્રોજેક્ટની મુલાકાત લઈ 220 મીટર લાંબા ગ્લાસ ડેક સ્કાયવોક બ્રિજ સહિત વિવિધ આકર્ષણોનું નિરીક્ષણ કર્યું હતું. પશ્ચિમ ઘાટ, હિમાલય અને આંદામાન-નિકોબારની સદાબહાર વનસ્પતિઓ, 5થી 8 મીટર ઊંચો ધોધ, સર્ક્યુલર તળાવ તથા બાળકો માટેની મનોરંજન સુવિધાઓ આ પ્રોજેક્ટનાં મુખ્ય આકર્ષણો છે...

આ પ્રોજેક્ટથી વિદ્યાર્થીઓ, સંશોધકો અને પ્રકૃતિપ્રેમીઓને ભારતની સમૃદ્ધ જૈવવિવિધતાને જાણવાની તક મળશે તેમજ એકતાનગરમાં ઇકો-ટુરિઝમ, પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ પ્રવાસનને પ્રોત્સાહન મળશે...
📲Get App