🔥 TRENDING CJP Leader Ashutosh Ranka Detained in... Amritsar Police Arrest Two Over Pro-Kh... ThePrint Explores How Mahatma Gandhi W... Mamata Banerjee Shifts Alliances: From... CPI-CPM Rift in Kerala Deepens Left's... Watch Asian Games 2026 Cricket Live: S...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

માંડવી પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો: બે મહિલા આરોપીઓ ઝડપાઈ, ₹9 લાખનો મુદ્દામાલ કબજે..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 27 Sep 2026, 01:28 PM 👁 21
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માંડવી પોલીસે ઘરફોડ ચોરીના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી બે મહિલા આરોપીઓને ઝડપી પાડી છે. તેમની પાસેથી ₹9 લાખના સોનાના ઘરેણાં સહિતનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે..

માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી બે મહિલા આરોપીઓને ઝડપી પાડી ચોરીમાં ગયેલા સોનાના ઘરેણાં સહિતનો કુલ રૂ. 9 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આ ગુનામાં બે સોનાના મંગળસૂત્ર ચોરી કરવામાં આવ્યા હતા, જેની કુલ કિંમત આશરે રૂ. 9,00,000/- હોવાનું જણાયું છે.

પોલીસે કુસુમ વા/ઓ નારણભાઈ વરસાણી (ઉંમર 40 વર્ષ, મૂળ કોડકી, તા. ભુજ, હાલ પ્રમુખસ્વામીનગર, ભુજ) અને મુમતાઝ ઉર્ફે પ્રિયા વા/ઓ લીયાકતઅલી ઉન્નડ (ઉંમર 35 વર્ષ, હાલ મહેદી કોલોની, ભુજ, મૂળ જૂની બકાલી કોલોની, ભુજ) નામની બે મહિલાઓને ઝડપી પાડી છે. પોલીસ રેકોર્ડ મુજબ, બંને આરોપીઓ સામે અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.વાય. બારોટના માર્ગદર્શન હેઠળ એએસઆઈ દિપકભાઈ જે. રાઠોડ અને પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રકુમાર ડી. રાવળ, ભાવિકભાઈ બી. કોઠારી, બાલુભાઈ આર. મકવાણા, ભલાભાઈ સી. ખરાડી તેમજ પોલીસ કોન્સ્ટેબલ સંતોષભાઈ જે. રાઠોડ, આનંદભાઈ જે. ધોકડીયા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ શીતલબેન એન. કોવાડિયા તથા શિવાનીબેન જે. કરંગિયાની ટીમે આ સફળ કામગીરી પાર પાડી છે.આ ગુનો માંડવી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 11205031260364/2026, BNS કલમ 331(4), 331(3), 305(A), 329(3), 54 મુજબ નોંધાયેલો છે.
📲Get App