🔥 TRENDING मानसिक स्वास्थ्य माह को लेकर जिला स्तर... Former ED Officer Niranjan Singh to Jo... Pakistani Prisoner Transferred from Ag... Devasa's Dol Gyaraas: 7.5‑kg Nrisimha... ନୀଳପଦା ଅଙ୍ଗନବାଡି କେନ୍ଦ୍ରରେ ଦୁର୍ନୀତି ଅଭ... पूना पैक्ट दिवस पर जंतर-मंतर में 'संपू...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતના વેસુમાં મુંબઈના ડાયમંડ વેપારીની ₹8.60 કરોડની મિલકત પચાવી પાડનાર ડોક્ટરની ધરપકડ

✍️ Reporter: Dhaval Maheta 🗓 22 Sep 2026, 10:00 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના પોશ વિસ્તાર વેસુમાં હોસ્પિટલ શરૂ કરવાના બહાને મુંબઈના ડાયમંડ બિઝનેસમેનની કરોડોની મિલકત પચાવી પાડવા અને ₹2 કરોડથી વધુનું ભાડું ન ચૂકવવા બદલ જાણીતા યુરોલોજિસ્ટ ડોક્ટર સુબોધ કાંબલેની ધરપકડ કરવામાં આવી છે.

સુરતના પોશ વિસ્તાર ગણાતા વેસુમાં મુંબઈના એક જાણીતા ડાયમંડ બિઝનેસમેનની કરોડો રૂપિયાની કિંમતી દુકાનો હોસ્પિટલ ચલાવવાના બહાને ભાડે રાખીને પચાવી પાડવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે કલેક્ટર કમિટી અને પોલીસ કમિશનરની સત્તાવાર મંજૂરી મળ્યા બાદ, વેસુ પોલીસે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ અને છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી ડોક્ટરની ધરપકડ કરી લીધી છે.

પોલીસ ફરિયાદ અનુસાર, જાણીતા યુરોલોજિસ્ટ ડોક્ટર સુબોધ રામચંદ્ર કાંબલેએ હોસ્પિટલના નામે મિલકત ભાડે રાખ્યા બાદ ૨ કરોડ રૂપિયાથી વધુનું ભાડું ચૂકવ્યું ન હતું અને મિલકત પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી રાખ્યો હતો. એટલું જ નહીં, જ્યારે મૂળ માલિકે પોતાની પ્રોપર્ટીનું ભાડું માંગ્યું, ત્યારે આરોપી ડોક્ટરે તેમને એટ્રોસિટીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

મુંબઈના કંબલા હિલ વિસ્તારમાં રહેતા ૫૧ વર્ષીય ડાયમંડ બિઝનેસમેન સંજયભાઈ શાહે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે વર્ષ ૨૦૧૮માં વેસુ-ભરથાણા ખાતે આવેલી 'વ્હાઈટ હાઉસ' નામની ઔદ્યોગિક ઇમારતમાં પહેલા માળે ૬ દુકાનો અને ત્રીજા માળે ૪ દુકાનો મળી કુલ ૭,૧૭૮ ચોરસ ફૂટની કિંમતી મિલકત ખરીદી હતી, જેની વર્તમાન બજાર કિંમત આશરે ₹૮.૬૦ કરોડ થાય છે. આ પ્રોપર્ટી તેમણે ૧૫ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ આપ્રિકોર્પ હેલ્થ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓથોરાઇઝ્ડ ડિરેક્ટર ડોક્ટર સુબોધ રામચંદ્ર કાંબલે (રહે. વાસ્તુ લક્ઝરીયા, ડુમસ રોડ, સુરત)ને અદ્યતન હોસ્પિટલ શરૂ કરવાના હેતુસર ૧૫ વર્ષ માટે લીઝ પર આપી હતી, જે અંગે સબ-રજીસ્ટ્રાર કચેરીમાં વિધિવત્ રજિસ્ટર્ડ દસ્તાવેજ પણ કરવામાં આવ્યો હતો.
📲Get App