🔥 TRENDING Video:ವಿಬಿಜಿ ರಾಮ್ ಜೀ ಯೋಜನೆ ಬಗ್ಗೆ ನೀರ್... Sikkim Sports Minister Launches 45‑km... Anand Mahindra lauds Aizawl’s quiet st... India and China hold fresh border talk... Amit Shah Reports Population Rise and... Congress Accused of Ignoring Developme...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા પોલીસ દ્વારા શાળાઓમાં ઘરફોડ ચોરી ગેંગ પકડાઈ,₹62,000નું માલ પુનઃપ્રાપ્ત..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 22 Nov 2026, 04:47 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર, ચિઠોડા અને ખેરોજ પોલીસ સ્ટેશનોમાં શાળાઓ અને આંગણવાડીમાંથી ગેસ બોટલ અને મોબાઇલ ચોરી કરનાર ગેંગને પકડી,કુલ ₹62,000નું માલ પુનઃપ્રાપ્ત અને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા..

સાબરકાંઠાના-:
વિજયનગર,ચિઠોડા અને ખેરોજ પોલીસ સ્ટેશનોમાં રાત્રી દરમ્યાન શાળાઓ અને આંગણવાડીમાંથી ગેસના બોટલ અને મોબાઇલ ફોન ચોરી કરનાર ગેંગના મુખ્ય સુત્રધારોને પકડી,કુલ ₹62,000નું માલ પુનઃપ્રાપ્ત અને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા.પોલીસ ઇન્સ્પેક્ટર ડી સી સાકરીયા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર જે જાડેજા અને અન્ય અધિકારીઓની માર્ગદર્શન હેઠળ ટેકનીકલ સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી તપાસ કરવામાં આવી. હેડ કોન્સ્ટેબલ જીજ્ઞેશકુમાર અને જશુભાઈ સહિતના સ્ટાફે ગેસ બોટલ અને મોબાઇલ ચોરીના પુરાવા એકત્રિત કર્યા.પકડાયેલા આરોપીઓમાં જયદીપભાઈ સન ઓફ ભુરીલાલ રામાજી સાજીયા,રાકેશભાઈ સન ઓફ લક્ષ્મણભાઈ ખરાડી,મનીષ ઉર્ફે મણીલાલ કાનજી,નિલેશ કાળુ તાવિડ,વિપીન સવારામ ખોખરીયા વગેરેનો સમાવેશ થાય છે..

કુલ 2 ગેસ બોટલ અને 6 મોબાઇલ ફોન જેની કિંમત ₹20,000 અને ₹60,000.આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં ડી સી સાકરીયા પોલીસ ઇન્સ્પેક્ટર,આર જે જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર,વિરભદ્રસિંહ જયેન્દ્રસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,જીગ્નેશકુમાર સુરેશભાઈ હેડ કોન્સ્ટેબલ,જશુભાઈ બાબુભાઈ હેડ કોન્સ્ટેબલ,નિરીલકુમાર મોજીસભાઈ હેડ કોન્સ્ટેબલ,રાજેન્દ્રકુમાર શંભુભાઇ પોલીસ કોન્સ્ટેબલ,કાળાજી ભગાજી ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ,નરેન્દ્રસિંહ નારસિંહ ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ પ્રશંસનીય કામગીરી નોંધાઈ.
📲Get App