🔥 TRENDING Yellow Alert Issued for 13 Karnataka D... मुख्यमंत्री योगी आदित्यनाथ ने 1000 से... Uttarakhand: 39,815 Rural Families Rec... Opposition March Causes Central Delhi... Haryana Expands Time-Bound Public Serv... Haryana Broadens Drug‑Free Drive to Sc...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ઇડરમાં શેરબજારના નામે ₹52 લાખની ઠગાઈનો પર્દાફાશ, મુદ્દામાલ જપ્ત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 08 Oct 2026, 06:50 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી આચરતી ટોળકીનો પર્દાફાશ થયો છે. પોલીસે ₹52 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે..

સાબરકાંઠાના-:
ઇડર શહેરમાં શેરબજારમાં ઊંચું વળતર અપાવવાના બહાને લોકો સાથે ઠગાઈ કરતી એક ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે.આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અને અત્યાર સુધીમાં ₹52 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસ વિભાગના DySP સ્મિત ગોહિલે આ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે આ ઠગ ટોળકી શેરબજારમાં રોકાણ કરાવીને ટૂંકા ગાળામાં અનેક ગણું વળતર અપાવવાની લાલચ આપીને લોકોને છેતરતી હતી.અનેક લોકો આ ઠગાઈનો ભોગ બન્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે..

પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ ઠગાઈના નેટવર્કમાં અન્ય કોઈ લોકો સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. પોલીસે નાગરિકોને આવા પ્રકારની છેતરપિંડીથી સાવચેત રહેવા અપીલ કરી છે.
📲Get App