🔥 ट्रेंडिंग पटना में विधायकगण एवं कार्यकर्ताओं से... પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધિ તરફ: મહિલા ખે... ਮੋਬਾਈਲ ਫੋਨਾਂ 'ਚ 1 ਨਵੰਬਰ ਤੋਂ ਹੋਣ ਜਾ ਰਿਹ... महिला किसान दिवस के अवसर पर अपनी सभी क... वकीलों के विरोध पर सुप्रीम कोर्ट के वक... કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પાટણ દ્વારા ખળી...
15 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતમાં ખાડી પૂરના કાયમી નિવારણ માટે રાજ્ય સરકારનો ₹500 કરોડનો માસ્ટર પ્લાન
स्थानीय

સુરતમાં ખાડી પૂરના કાયમી નિવારણ માટે રાજ્ય સરકારનો ₹500 કરોડનો માસ્ટર પ્લાન

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 15 अक्टू. 2026, 03:45 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરમાં આ ચોમાસામાં ત્રણ વખત ખાડી પૂરના પાણી ફરી વળતાં હજારો પરિવારોને નુકસાન થયું હતું. હવે રાજ્ય સરકારે આ સમસ્યાના કાયમી નિવારણ માટે ₹500 કરોડથી વધુનો મહત્વાકાંક્ષી માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે.

સુરત શહેરમાં આ ચોમાસા દરમિયાન એક કે બે વાર નહીં, પણ ત્રણ-ત્રણ વખત ખાડી પૂરના પાણી ફરી વળતાં હજારો પરિવારોએ ભારે તારાજીનો સામનો કરવો પડ્યો હતો. હવે આ મુશ્કેલીમાંથી સુરતીઓને કાયમી મુક્તિ અપાવવા માટે રાજ્ય સરકારે મક્કમ પગલાં ભરવાની શરૂઆત કરી દીધી છે. સમગ્ર યોજના હેઠળ પ્રાથમિક તબક્કે મીઠી ખાડીમાં આશરે 22 કરોડનો તોતિંગ ખર્ચ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ 22 કરોડના ખર્ચે મીઠી ખાડીના 13 કિલોમીટર લાંબા વિસ્તારમાં ત્રણથી ચાર ફૂટ ઊંડાઈ સુધી ડ્રેજિંગ (કાંપ અને કાદવ કાઢવાની કામગીરી) હાથ ધરાશે, જેથી ચોમાસા દરમિયાન પાણીનો પ્રવાહ અવરોધાયા વગર સરળતાથી વહી શકે અને નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પૂરનું જોખમ ટાળી શકાય.

ખાડી પૂરની ગંભીર સ્થિતિને જોતાં ગાંધીનગર ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ અને ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સિંચાઈ મંત્રી ઈશ્વર પટેલ સહિત સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને નિષ્ણાત એજન્સીઓના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સુરતમાં દર વર્ષે સર્જાતી ખાડી પૂરની આપત્તિના કાયમી નિવારણ માટે 500 કરોડથી વધુના મહત્વાકાંક્ષી માસ્ટર પ્લાનની દિશામાં આગળ વધવા અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ યોજનાના ભાગરૂપે પાણીના નિકાલ માર્ગને સરળ બનાવવા અને પૂરની તીવ્રતા ઘટાડવા માટે ટૂંકા અને લાંબા ગાળાના પ્રોજેક્ટ્સની રૂપરેખા તૈયાર કરાઈ છે.
📲Get App