🔥 TRENDING Assam Group’s Paani Campaign Delivers... ತಪಸ್ವಿನಿ ಪೂಣಚ್ಚ ಮತ್ತು ಖ್ಯಾತಿ ಗುರುನಂದನ್... ₹4 ಕೋಟಿ ಬಜೆಟ್‌ದ 'ಪ್ರೇಮದ ಊರಲಿ' 30 ದಿನಗಳ... Father Performs Symbolic Last Rites fo... ಸರ್ಫರಾಜ್ ಖಾನ್: ಟೀಮ್ ಇಂಡಿಯಾ ಅವಕಾಶವಿಲ್ಲದ... Bihar: Two Brothers Attacked After Fea...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ઉના દેલવાડા ક્રેડિટ સહકારી દ્વારા ₹20 કરોડનું ઠગાઈ: માસિક 2% વળતરનું વચન

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 07 Nov 2026, 03:22 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઉના દેલવાડા ગામની ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી દ્વારા માસિક 2% અને વાર્ષિક 24% વળતરનું વચન આપી આશરે ₹20 કરોડની ઠગાઈ કરી, 17 થી વધુ રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયા.

ઉના, ઉના તાલુકાના દેલવાડા ગામમાં સ્થિત ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી દ્વારા માસિક 2% અને વાર્ષિક 24% વળતરનું વચન આપી રોકાણકારો સાથે આશરે ₹20 કરોડની ઠગાઈનો આરોપ મૂકાયો છે.

સંચાલકોએ નાણાં પરત કર્યા વિના ફરાર થઈ જતાં સમગ્ર પંથકમાં ભારે રોષ વ્યાપ્યો છે. નવાબંદરના એક રોકાણકારે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, 17 થી વધુ રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયા છે. સ્ટેમ્પ પેપર પર લખાણ આપવા છતાં સમયમર્યાદામાં નાણાં ન ચૂકવાતાં રોકાણકારોએ મામલતદાર અને પોલીસ સ્ટેશન પર હલ્લાબોલ કર્યો હતો.

ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. પોલીસે આ અંગે ગુનો નોંધાવી 100 થી વધુ રોકાણકારોના નિવેદનો તથા બેંક વ્યવહારોના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
📲Get App