🔥 TRENDING One dead after police lathi charge as... Tipra Motha leader thanks voters, says... అరిమిల్లి రాధాకృష్ణ 2.19 కోట్లు నిధితో... Himachal Student Sarvesh Sharma Builds... World Record Set in Maharashtra for Sa... आईपीएल ऑनलाइन सट्टा केस में फरार आरोपी...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહુવા: ગોડાઉનમાં બિનઅધિકૃત અનાજનો જથ્થો સીઝ, ₹20 લાખથી વધુનો મુદ્દામાલ
Crime

મહુવા: ગોડાઉનમાં બિનઅધિકૃત અનાજનો જથ્થો સીઝ, ₹20 લાખથી વધુનો મુદ્દામાલ

✍️ Reporter: Naqvi Mehendi Hasan 🗓 09 Aug 2026, 10:50 PM 👁 78
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહુવા તાલુકામાં ગરીબો માટેના સરકારી અનાજનો બિનઅધિકૃત જથ્થો મળી આવ્યો છે, જેમાં ₹20 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ગરીબો માટેના સરકારી અનાજનો બિનઅધિકૃત જથ્થો સંગ્રહવામાં આવ્યો હોવાના પર્દાફાશ સાથે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મહુવાના ઉમણીયાવદર નજીક નેશનલ હાઈવે પર આવેલ એક ગોડાઉનમાં મામલતદાર અને પુરવઠા વિભાગની સંયુક્ત ટીમે દરોડો પાડી ₹20 લાખથી વધુની કિંમતનો અનાજનો જથ્થો તથા વાહનો સીઝ કર્યા છે.

મહુવા તાલુકા મામલતદાર જી.આર.જાડેજાના જણાવ્યા અનુસાર, પોલીસ કંટ્રોલ રૂમ ખાતે મળેલ ફરિયાદ/બાતમીના આધારે નેશનલ હાઈવે પર આવેલ ગોડાઉનમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગોડાઉનમાં બિનઅધિકૃત રીતે રાખવામાં આવેલ અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

સીઝ કરાયેલ અનાજનો જથ્થો 32,491 કિલો ઘઉં, 8,400 કિલો ચોખા, 843 કિલો બાજરી, 850 કિલો ચણા અને 1,350 કિલો તુવેર દાળનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અનાજની હેરફેર માટે ઉપયોગમાં લેવાતા 1 કેરી વાહન, 1 બોલેરો અને 1 રિક્ષા પણ તંત્ર દ્વારા સીઝ કરવામાં આવ્યા છે. કુલ મળીને ₹20,99,845 ની કિંમતનો મુદ્દામાલ સીઝ કરી ગોડાઉનને સીલ કરવામાં આવ્યું છે.

મહુવા તાલુકા મામલતદાર જી.આર.જાડેજાએ વધુમાં જણાવ્યું કે ગોડાઉન ભાડે રાખનાર અબ્જલભાઈ નામના વ્યક્તિ પાસે અનાજના ખરીદ-વેચાણ અંગેના બિલ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. આ સમગ્ર કૌભાંડ અંગેની આગળની ઊંડાણપૂર્વકની તપાસ DSO (જિલ્લા પુરવઠા અધિકારી) ભાવનગર કક્ષાએથી હાથ ધરવામાં આવશે.
📲Get App