🔥 TRENDING Two Kozhikode Residents Feared Dead Af... પૂર્વ અફઘાનિસ્તાનના કુન્નાર પ્રાંતની શ... પેરૂમાં ધોળે દિવસે ધાડ : ડાકુઓએ કાર પર... PM Vishwakarma Scheme Boosts Tradition... વાવ થરાદ: સુઈગામના કોરેટીમાં સિંચાઈના... Pregnant Woman Given Blood Outside Hos...
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સુરત ₹19 લાખના કથિત તોડકાંડનો વિવાદ વકર્યો: પ્રદેશ પ્રમુખ સવાલોથી ભાગ્યા, મહામંત્રીએ કહ્યું- 'મીડિયાને નોટિસ ન આપવી જોઈએ'

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 28 Nov 2026, 11:25 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સુરત ભાજપના વોટ્સએપ ગ્રુપમાં ₹19 લાખના કથિત તોડકાંડની ચેટ વાયરલ થયા બાદ રાજકીય વિવાદ વધુ વકર્યો છે. 40થી 50 સભ્યો ધરાવતા ગ્રુપમાં બે કાર્યકર્તાઓ વચ્ચે લાખોના સેટલમેન્ટની ચર્ચા વાયરલ થતાં અગાઉ 40 જેટલી મીડિયા સંસ્થાઓ સામે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અરજી કરાઈ હતી, ત્યારે હવે પક્ષ દ્વારા પોતાના જ નેતાને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હોવાનો ભાજપે દાવો કર્યો છે. બીજી તરફ, આ મુદ્દે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા મીડિયાના સીધા સવાલોથી બચતા જોવા મળ્યા હતા.


પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સવાલો ટાળ્યા

વાયરલ વોટ્સએપ ચેટ મુદ્દે મીડિયાએ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને પૂછ્યું હતું કે, સુરતનું સંગઠન આ પ્રકારના તોડ કરે છે અને જાહેરમાં ચર્ચાઓ થાય છે તે અંગે શું કહેશો? તેના જવાબમાં કોઈ ઠોસ ઉત્તર આપવાને બદલે તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે, "જેણે પણ આ વાત કરી છે, એને વાત કરી લઉં પહેલાં."

કસૂરવાર સામે શિસ્તભંગના પગલાં લેવાશે: મહામંત્રી

આ મામલે સુરત શહેર ભાજપ તરફથી સત્તાવાર સ્પષ્ટતા ન આવી હોવા વચ્ચે મહામંત્રી પ્રશાંત કોરાટે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થયેલી ચેટની તપાસ થશે અને શહેર અધ્યક્ષ પરેશભાઈએ પણ ખુલાસો માંગ્યો છે. તથ્ય જણાશે અને જે કોઈ કસૂરવાર હશે તેની સામે શિસ્તભંગના પગલાં લેવાશે." મીડિયાને નોટિસ મુદ્દે તેમણે ઉમેર્યું કે, "ચેટ વાયરલ થાય તો મીડિયા માહિતી પ્રસારિત કરતું હોય છે. કોર્પોરેટરનું નામ આવ્યું હોવાથી તેમણે વ્યક્તિગત રીતે ડિફેમેશનની કાર્યવાહી કરી છે, પરંતુ અમે કોર્પોરેટરને પણ કહીશું કે કોઈ મીડિયાના મિત્રોને આ પ્રકારે નોટિસ ન આપવી જોઈએ."



પક્ષના હોદ્દેદારોને 7 દિવસમાં ખુલાસો કરવા નોટિસ

વાયરલ ચેટ અને મીડિયા સમક્ષ નિવેદનોના વિવાદ વચ્ચે ભાજપે સંગઠનાત્મક કાર્યવાહી શરૂ કરી છે. વોર્ડ નં. 27 અને કિસાન મોરચા શહેર કાર્યકારી સભ્ય મનીષ નાયકને સોશિયલ મીડિયા પોસ્ટ, મીડિયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સ અને વર્તનથી પક્ષને ક્ષોભજનક સ્થિતિમાં મૂકવા બદલ શોકોઝ નોટિસ અપાઈ છે.
📲Get App