🔥 ट्रेंडिंग बारां में 92.75 लाख की साइबर ठगी में ड... पाकुड़ में गांधी जयंती: उपायुक्त मेघा... হাসনাবাদে পুজো প্যান্ডেল পরিদর্শন করলে... सार्वजनिक स्थानों पर उत्पात मचाने वाले... અમરેલી વિધાનસભાના અમરાપુર ખાતે માનનીય... અરવલ્લી: કાર રોકવા જતાં પોલીસ પર ફાયરિ...
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સાબરકાંઠામાં કપાસની આડમાં ગાંજાની ખેતી ઝડપાઈ, ₹1.72 કરોડનો મુદ્દામાલ જપ્ત

✍️ रिपोर्टर: Salman sama 🗓 02 अक्टू. 2026, 12:08 PM 👁 21
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં 'ડ્રગ્સ મુક્ત સાબરકાંઠા' મિશન અંતર્ગત પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રાજસ્થાન સરહદી કોટડા ગઢી ગામે કપાસના વાવેતરની આડમાં મોટા પાયે ગાંજાની ખેતી ઝડપી પાડવામાં આવી છે.

સાબરકાંઠા જિલ્લામાં 'SAY NO TO DRUGS' અને 'ડ્રગ્સ મુક્ત સાબરકાંઠા' મિશનને અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા નાર્કોટીક પદાર્થો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીના ભાગરૂપે, રાજસ્થાન સરહદી કોટડા ગઢી ગામમાં કપાસના વાવેતરની આડમાં ગેરકાયદેસર રીતે ગાંજાની ખેતી થતી ઝડપી પાડવામાં આવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, LCB ની ટીમે બાતમી હકીકતના આધારે કોટડા ગઢી ગામના મગરા ફળામાં રેઇડ કરી હતી. આ રેઇડ દરમિયાન, રાયચંદભાઈ રામાભાઈ ગમાર, જગા રામાભાઈ ગમાર અને રવા પુનાભાઈ ગમાર નામના ત્રણ આરોપીઓના ખેતરમાંથી કપાસના પાકની વચ્ચે ઉગાડવામાં આવેલ ગાંજાના કુલ ૯૬૭ છોડ મળી આવ્યા હતા. આ ગાંજાના છોડનું વજન ૩૪૫.૬૦૦ કિલોગ્રામ હતું અને તેની અંદાજિત બજાર કિંમત ₹૧,૭૨,૮૦,૦૦૦/- (એક કરોડ, બહત્તર લાખ, એંશી હજાર રૂપિયા) આંકવામાં આવી છે.

પોલીસે ગાંજાના છોડ અને અન્ય મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ ૧૯૮૫ની સંબંધિત કલમો હેઠળ ખેરોજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ (IPS) અને પોલીસ અધિક્ષકશ્રી ડો. પાર્થરાજસિંહ ગોહીલ (IPS) દ્વારા યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા અને જિલ્લામાં નાર્કોટીક પદાર્થોના ઉત્પાદન, હેરફેર અને વેચાણને ડામવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.

આ કાર્યવાહી LCB સ્ટાફ દ્વારા હ્યુમન ઇન્ટેલીજન્સ, ટેકનિકલ માહિતી અને સતત ફિલ્ડ વેરીફીકેશનના આધારે કરવામાં આવી હતી. રાજસ્થાન સરહદી અને અંતરીયાળ વિસ્તારમાં માદક પદાર્થોની ગેરકાયદેસર ખેતીને શોધી કાઢવી એ પડકારજનક હોવા છતાં, પોલીસે સફળતાપૂર્વક આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે.
📲Get App