🔥 TRENDING Madhya Pradesh Congress to Launch 'Gha... MSN Briefly Highlights Dindori, Madhya... Court Rules Occupiers Entitled to Elec... Kolkata’s ‘Rainbow’ Flyover Equipped w... Are Classrooms Safe for Kids in West B... West Bengal CM Calls on Durga Puja Org...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામ રૂરલ પોલીસની મોટી કાર્યવાહી ₹17.07 લાખના વિદેશી દારૂ સહિત મુદ્દામાલ સાથે રાજસ્થાનનો એક આરોપી ઝડપાયો

વિરમગામ રૂરલ પોલીસની મોટી કાર્યવાહી ₹17.07 લાખના વિદેશી દારૂ સહિત મુદ્દામાલ સાથે રાજસ્થાનનો એક આરોપી ઝડપાયો

✍️ Reporter: Gilani Asikali 🗓 16 Oct 2026, 01:48 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્યના વિરમગામ રૂરલ પોલીસ દ્વારા દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાંસલપુર તિરંગા સર્કલ પાસે હાઇવે પર કરવામાં આવેલી કાર્યવાહીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 6,480 બોટલો સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસે ઝડપી પાડેલા આરોપીની ઓળખ સુજારામ લાદાજી દેવરાજી રબારી ઉંમર વર્ષ 35, રહે. માવલગામ, હેવી ચોક, આબુ રોડ, સિરોહી, રાજસ્થાન તરીકે થઈ છે. કુલ ₹17,07,130નો મુદ્દામાલ જપ્ત પોલીસે વિદેશી દારૂની કુલ 6,480 બોટલો,તથા વાહન, મોબાઈલ જેની કુલ ₹17,07,130નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ મામલે વિરમગામ રૂરલ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કામગીરીમાં વિરમગામ રૂરલ પોલીસના પી આઈ ચૌધરી, પીએસઆઈ એસ. એચ. રાવત, હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ, મહેન્દ્રભાઈ, દેજીતસિંહ, સક્તાભાઈ, મહિપાલસિંહ, મયુરસિંહ તથા પ્રતાપભાઈ સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.
રિપોર્ટર અસીકઅલી ગીલાણી, વિરમગામ
📲Get App