🔥 TRENDING Mumbai Schools to Resume Classes July... Maharashtra Bike Taxi Policy Launches... Narmada Project Agreement Hailed as Wi... Ram Mandir Donation Theft Allegations:... ED Raids Former Samajwadi Party MLA De... Caste Dynamics Seen as Key Electoral F...
08 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જેતપુરમાં ₹1.55 કરોડનું ડુપ્લિકેટ નંબર પ્લેટ કૌભાંડ ઝડપાયું".
Crime

જેતપુરમાં ₹1.55 કરોડનું ડુપ્લિકેટ નંબર પ્લેટ કૌભાંડ ઝડપાયું".

✍️ Reporter: Chauhan sanjaybhai 🗓 08 Jul 2026, 09:55 AM 👁 12
રાજકોટ ગ્રામ્યની જેતપુર ઉદ્યોગનગર પોલીસે ડુપ્લિકેટ નંબર પ્લેટ કૌભાંડનો મોટો પર્દાફાશ કર્યો છે. પેસેન્જર ટ્રાવેલ્સોમાં એક જ સરખા નંબરની ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી, સરકારને ટેક્સ ન ભરી છેતરપિંડી આચરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે.
પોલીસે અલગ-અલગ જગ્યાએ રેડ પાડીને કુલ ૩ આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી એક જ સરખા રજીસ્ટ્રેશન નંબર વાળી લક્ઝરી બસો, અન્ય વાહનો અને અલગ-અલગ નંબર પ્લેટો સહિત કુલ ૧ કરોડ ૫૫ લાખ ૫૦ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ આરોપીઓ ભંગારમાં સ્ક્રેપ થયેલા એન્જિન અને ચેસીસ મેળવી, તેના પર બોડી કામ કરાવી, આર.ટી.ઓ. અને પોલીસને ગુમરાહ કરવા ખોટી નંબર પ્લેટોનો સાચા તરીકે ઉપયોગ કરતા હતા.
આ સફળ કામગીરી જેતપુર ઉદ્યોગનગર પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એચ. શર્મા અને તેમની સર્વેલન્સ ટીમે પાર પાડી છે.