🔥 TRENDING Afghanistan to Tour India for T20I Ser... Cricinfo Publishes India Red Team Stat... Japan Takes on India in Historic Crick... Netflix and JioHotstar to Debut New Sh... Chumbak Part 1 Finale Unpacked: Who’s... Hanuman Ansh Reaches Day 55 at the Box...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ગાંધીધામ: ફોર્ચ્યુનર કારમાંથી ₹13.42 લાખથી વધુનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

✍️ Reporter: Rameshbhai Ven 🗓 01 Oct 2026, 09:48 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીધામ બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ ફોર્ચ્યુનર કારનો પીછો કર્યો હતો, જે બાદમાં ચુંગી નાકા પાસે ટાયર ફાટી જતા ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાંથી મોટી માત્રામાં દારૂ-બિયરનો જથ્થો કબજે કર્યો છે.

ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એક ફોર્ચ્યુનર કારમાંથી ₹3.42 લાખથી વધુનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન નૂરી મસ્જિદ કટ પાસે એક ફોર્ચ્યુનર કાર (નંબર GJ-18-BJ-9408) શંકાસ્પદ જણાતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, કાર ચાલકે પોલીસને જોઈને કાર પુરઝડપે ભગાવી મૂકી હતી. પોલીસે પીછો કરતા ચાલકે કારને સર્વિસ રોડ પરથી યુ-ટર્ન લઈ ચુંગી નાકા તરફ ભગાવી હતી. ચુંગી નાકા પાસે કારનું ટાયર ફાટી જતા ચાલક કારને ત્યાં જ મૂકીને અંધારાનો લાભ ઉઠાવી ફરાર થવામાં સફળ રહ્યો હતો.

પોલીસે કારની તલાશી લેતા અંદરથી અલગ-અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ અને બિયરના ટીન મળી કુલ 59 પેટીનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ દારૂ-બિયરના જથ્થા ઉપરાંત ફોર્ચ્યુનર કાર સહિત કુલ ₹13,42,580નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ફરાર થયેલા ચાલકને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App