🔥 TRENDING ଏହି ସବୁ ସ୍ଥାନରେ ବାଜି ମାରିଲେ ସ୍ୱାଧୀନ ପ୍... Mukesh Ambani's Reliance Jio Platforms... Tech Mahindra and Vipro Stocks Surge O... मोआप कलां खुटहा मोपति में दुर्गा पूजा... अग्रवाल समाज की नई कार्यकारिणी का गठन,... Millions of Voter Names Deleted in Tel...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરત મહાનગરપાલિકા: ₹100 કરોડના રસ્તા નિર્માણના ટેન્ડરો કમિશનના વિવાદમાં અટવાયા

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 16 Oct 2026, 12:41 PM 👁 19
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આમ આદમી પાર્ટીના પૂર્વ કોર્પોરેટર મહેશભાઈ અણઘણે મેયર સમક્ષ રજૂઆત કરી આક્ષેપ કર્યો છે કે કમિશનના વિવાદને કારણે જનહિતના મહત્વના રોડ પ્રોજેક્ટ્સ અટવાઈ પડ્યા છે, જેના કારણે કરોડો રૂપિયાના કામો છેલ્લા ચાર મહિનાથી અટકેલા છે.

સુરત મહાનગરપાલિકામાં છેલ્લા ચાર મહિના કરતાં વધુ સમયથી રસ્તા નિર્માણના અંદાજે ₹100 કરોડથી વધુના ટેન્ડરો મંજૂર ન થતાં વિવાદ સર્જાયો છે. આમ આદમી પાર્ટીના પૂર્વ કોર્પોરેટર મહેશભાઈ અણઘણે મેયર સમક્ષ રજૂઆત કરીને આક્ષેપ કર્યો છે કે કમિશન કોણ લેશે તે વિવાદના કારણે જનહિતના મહત્વના રોડ પ્રોજેક્ટ્સ અટવાઈ પડ્યા છે. સેક્રેટરી ઓફિસ સુધી ફાઈલો પહોંચી ગઈ હોવા છતાં સ્થાયી સમિતિના એજન્ડામાં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

મળતી માહિતી અનુસાર, કતારગામ, વરાછા, સેન્ટ્રલ ઝોન અને ઉધના સહિતના વિવિધ ઝોન અને વિસ્તારોમાં કરોડો રૂપિયાના રસ્તાના કામો અટવાયેલા છે. તેમાં કતારગામ ઝોનમાં ₹16 કરોડ અને ₹14 કરોડ તેમજ સેન્ટ્રલ ઝોનમાં ₹22.90 કરોડ અને ₹13.54 કરોડ જેવા મહત્વના કામોના ટેન્ડર ભરાયા હોવા છતાં લાંબા સમયથી નિર્ણય લેવાયો નથી. કેટલાક કિસ્સામાં તો 3થી 4 મહિના વિતવા છતાં ટેન્ડર સ્વીકારાયા કે મંજૂર કરાયા નથી.

મહેશભાઈએ જણાવ્યું હતું કે ઝોન કચેરીઓમાં પણ ટેન્ડરો ભરાઈ ગયા હોવા છતાં બિડ ખોલવામાં આવી નથી, જેના કારણે અંદાજે ₹150 કરોડના ટેન્ડરો સેક્રેટરી કચેરી સુધી પહોંચ્યા જ નથી. આ ઉપરાંત કોન્ટ્રાક્ટરોના આશરે 200 કરોડથી વધુ રકમના ફાઇનલ બિલો ન બનતાં અને પેમેન્ટ અટવાઈ જતાં કોન્ટ્રાક્ટરો ભારે આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે.
📲Get App