🔥 TRENDING પોરબંદરમાં મુખ્યમંત્રીના હસ્તે રાજ્યના... GNLUમાં વિદ્યાર્થીઓનો વિરોધ, ડેન્ગ્યુ... મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ડભોઇના નાં... મુકતુપુર ગામે જાહેરમાં જુગાર રમતા 5 શખ... Suvendu Adhikari Urges Inclusion of Vi... Valmiki Tiger Reserve Tigress to Join...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદ: સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સરખેજમાંથી ₹૧૮.૭૫ લાખના દારૂ સાથે એક ઝડપાયો

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 30 Sep 2026, 09:15 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશકની સૂચના બાદ સ્ટેટ મોનીટરીંગ સેલે અમદાવાદના સરખેજ વિસ્તારમાં કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો અને વાહન સહિત કુલ ₹૧૮.૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી જી.એસ. મલિક (IPS) ની સૂચના અનુસાર રાજ્યભરમાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એસ. ત્રિવેદી અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે સરખેજ-ધોળકા રોડ પર, બાદ્રાબાદ ગામની સામે આવેલા કાચા રસ્તા પર વી.એ. ફાર્મથી થોડે આગળ ખુલ્લામાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન, SMC ની ટીમે ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની આશરે ૫૫ પેટીઓ (કુલ ૧,૩૭૭ બોટલ) જપ્ત કરી હતી.

જપ્ત કરાયેલા દારૂ અને બીયરની અંદાજિત કિંમત ₹૬,૩૫,૦૪૫/- થાય છે. આ ઉપરાંત, ઘટનાસ્થળેથી એક વાહન, બે મોબાઈલ ફોન અને અન્ય કેટલીક વસ્તુઓ મળી આવી હતી. આ તમામ મળીને કુલ ₹૧૮,૭૫,૦૪૫/- ની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે એક વ્યક્તિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App