🔥 TRENDING India Issues Guidance for Online Fraud... ASI in Chandigarh Crime Branch Found H... TGCSB Arrests 101 in Nationwide Cyberc... India could unlock 1% GDP growth, Econ... Government unveils 2026-30 roadmap to... US Stocks Slip From Record Highs as Tr...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વલસાડ રેલવે સ્ટેશન પર RPF મહિલા કર્મચારી સાથે અભદ્ર વર્તન, રીક્ષા ચાલક ઝડપાયો
Crime

વલસાડ રેલવે સ્ટેશન પર RPF મહિલા કર્મચારી સાથે અભદ્ર વર્તન, રીક્ષા ચાલક ઝડપાયો

✍️ Reporter: Nilesh Chaudhari 🗓 13 Sep 2026, 07:40 PM 👁 53
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વલસાડ રેલવે સ્ટેશન પર ફરજ પર હાજર RPFની મહિલા કર્મચારી સાથે અભદ્ર વર્તન કરી ધમકી આપવાના આરોપમાં રીક્ષા ચાલકને RPF દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.

વલસાડ રેલવે સ્ટેશન પર ફરજ બજાવી રહેલી RPFની મહિલા કર્મચારી સાથે અભદ્ર વર્તન કરવાના આરોપમાં અર્જુન નામના રીક્ષા ચાલકને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીએ મહિલા કર્મચારી સાથે ગાળો આપીને કોલર પકડી મારવાની ધમકી આપી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે.

ઘટનાની જાણ મહિલા RPF કર્મચારીએ ટીમને કરતાં RPFની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ ટીમે અર્જુન નામના વ્યક્તિને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાને પગલે રેલવે સ્ટેશન પર થોડા સમય માટે ચર્ચાનો માહોલ સર્જાયો હતો.
📲Get App