🔥 ट्रेंडिंग తణుకులో రేపు విద్యుత్ సరఫరా నిలిపివెత. नशे की लत से जूझ रहा युवक, परिवार परेश... મહાત્મા ગાંધીજીની 157મી જન્મજયંતિ નિમિ... રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંત... Bidar JDS news ગાંધી જયંતિ નિમિતે સ્વછતા અભિયાન
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

Rojgar

✍️ रिपोर्टर: Sabir Haji 🗓 02 अक्टू. 2026, 04:40 PM 👁 24
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Sabir haji

આખા ગુજરાતમાં લાઈટ ફિશિંગ ચાલુ, પણ દેવભૂમિ દ્વારકાના રૂપણ બંદરે જ બંધી! નાના માછીમારોની રોજીરોટી પર સંકટ
દેવભૂમિ દ્વારકા (રૂપણ બંદર):
એક તરફ સમગ્ર ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં લાઈટ ફિશિંગની પ્રવૃત્તિઓ ધમધમી રહી છે, ત્યારે બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઐતિહાસિક અને મહત્વના એવા રૂપણ બંદર પર જ તંત્ર દ્વારા લાઈટ ફિશિંગ પર કડક પ્રતિબંધ લાદવામાં આવતા સ્થાનિક નાના માછીમારોમાં ભારે રોષ અને અસંતોષની લાગણી વ્યાપી ગઈ છે.
સ્થાનિક માછીમારોના જણાવ્યા મુજબ, રાજ્યના અન્ય બંદરો પર કોઈ ચોક્કસ રોકટોક વિના કામગીરી ચાલી રહી છે, પરંતુ માત્ર રૂપણ બંદરે જ અધિકારીઓ દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. આ અસમાન નીતિના કારણે નાના અને પરંપરાગત રીતે માછીમારી કરતા પરિવારો માટે જીવનનિર્વાહનો મોટો પ્રશ્ન ઊભો થયો છે.
"નાના માછીમારો બિચારા શું કરે?" — સ્થાનિકોનો આક્રોશ
મોંઘુ ડીઝલ અને બોટના મેન્ટેનન્સના ખર્ચ સામે માછલીઓ પકડવી દિવસેને દિવસે મુશ્કેલ બની રહી છે. આવા સંજોગોમાં જો બે નાના માછીમારો ભેગા મળીને નાની બોટ દ્વારા લાઈટ ફિશિંગ કરી બે પૈસા કમાઈ લેતા હોય, તો તેના પર પણ રોક લગાવી દેવામાં આવે છે.
રૂપણ બંદરના માછીમારોએ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, "અન્ય જગ્યાએ બધું ચાલે છે, પણ રૂપણ બંદરના નાના માછીમારો પર જ કાયદાનો કોરડો વિંઝાવામાં આવે છે. બે માણસો માંડ ભેગા થઈને પોતાનો ધંધો-રોજગાર ચલાવે છે. જો આ પણ બંધ કરી દેવામાં આવશે, તો નાના માછીમારો બિચારા ક્યાં જશે અને પોતાના પરિવારનું પેટ કેવી રીતે ભરશે?"
રૂપણ બંદરના માછીમારોની કડક માંગણી
રૂપણ બંદરના માછીમાર સમાજ દ્વારા તંત્ર સામે સ્પષ્ટ માગ કરવામાં આવી છે કે સમગ્ર ગુજરાત માટે ફિશિંગના નિયમો એકસરખા હોવા જોઈએ. જો લાઈટ ફિશિંગ બંધ કરાવવું હોય તો આખા રાજ્યમાં એકસમાન કડક અમલ થવો જોઈએ, અથવા તો રૂપણ બંદરના નાના માછીમારોની આજીવિકાને ધ્યાનમાં રાખીને તેમને પણ યોગ્ય છૂટછાટ આપવી જોઈએ જેથી તેઓ પોતાનો ધંધો કરી શકે.
📲Get App