🔥 ट्रेंडिंग फ्रांसीसी पर्यटक ने वायरल वीडियो में द... शाहजहांपुर के काउंसिलरों की कथित शपथ व... सिद्धांत चतुर्वेदी करेंगे सलमान खान की... रवि तेज़ा की अगली फिल्म एसवीसी के साथ... संदीप वांगा ने 'स्पिरिट' को प्रमाणपत्र... छत्तीसगढ़ ने शुरू किया पहला राज्य हॉकी...
25 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

RAJKOT:જામજોધપુરના ભોજાબેડીમાંથી ૧.૪૦ કરોડનો ગેરકાયદે લાઈમ સ્ટોન ખનનનો મુદ્દામાલ સીઝ કરતી રાજકોટ રેન્જ ટીમ

✍️ रिपोर्टर: Siddharajsinh parmar 🗓 25 अग. 2026, 09:32 PM 👁 9
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રેન્જ હેઠળના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડતા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા આપેલી સૂચના મુજબ રાજકોટ રેન્જ ટીમને મોટી સફળતા સાંપડી છે.રાજકોટ રેન્જ પી.આઈ. શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા, શ્રી સી.એમ.કાંટેલીયા અને સ્ટાફના સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ સહિતની ટીમે બાતમીના આધારે જામનગર જિલ્લાના શેઠવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભોજાબેડી ગામે દરોડો પાડ્યો હતો.

તપાસ દરમિયાન લીઝ ધારક લખમણભાઇ દેવશીભાઇ ચાવડાના લીઝ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે લાઈમ સ્ટોન (ચૂનાના પથ્થર)નું ખનન કરી વહન કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું.સીઝ કરવામાં આવેલ મુદ્દામાલ: હિટાચી મશીન (૨): ડ્રાઇવર રાજુ બ્રીજબીહારી યાદવ અને ડ્રાઇવર મોતીલાલ ગોવીંદરાય યાદવ પાસેના મશીનો.

ટ્રક (૨):ડ્રાઇવર પીયુષભાઇ કારાભાઇ રાઠોડ (રજી. નં. GJ-03-BW-8604) ડ્રાઇવર રોહીતભાઇ રણછોડભાઇ ધાંગડ (રજી. નં. GJ-03-CU-9875) કુલ કિંમત: ₹૧,૪૦,૦૦,૦૦૦/- (એક કરોડ ચાલીસ લાખ)પોલીસ ટીમે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને સાથે રાખી જરૂરી રોજકામ કરાવી કુલ રૂ. ૧.૪૦ કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે તમામ મુદ્દામાલ તથા વાહનો શેઠવડાળા પોલીસ સ્ટેશને સોંપી આપેલ છે.
📲Get App