🔥 ट्रेंडिंग अमित शाह ने कहा, नक्सलवाद का अंत पांच... સુરત સ્પા અને વેલનેસ સેન્ટરો પર પોલિસ... भगत सिंह सेना प्रमुख ने केजरीवाल से मा... Vishwanath Ballidav Appointed As Raich... लोणावळ्यात बनावट कॉल सेंटरचा पर्दाफाश कडोदरा की महालक्ष्मी सोसाइटी में गुजरा...
16 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમદાવાદ: અનંતાહોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી બાદ નિવૃત્ત PSI સાંકાભાઈ પટેલના મૃત્યુ મામલે ફોરેન્સિકનો મોટો ખુલાસો; સ્ટેન્ટ મુક્યા બાદ ગઠ્ઠોજામી જતા તબીબી બેદરકારી

✍️ रिपोर्टर: PATEL KAMLESHKUMAR SANKABHAI 🗓 15 अक्टू. 2026, 11:34 PM 👁 104
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મેડિકલ ક્ષેત્રના નિષ્ણાતો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના તથ્યો મુજબ, એન્જિયોપ્લાસ્ટી પ્રક્રિયા બાદ સ્ટેન્ટમાં લોહીનો ગઠ્ઠો જામી જવાની ઘટના દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક તબીબી ઓબ્ઝર્વેશન કે પ્રક્રિયામાં ગંભીર ક્ષતિ રહી ગઈ હતી. પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે સ્ટેન્ટ મૂક્યા પછી હોસ્પિટલ અને જવાબદાર તબીબો દ્વારા પૂરતી તકેદારી કે કાળજી રાખવામાં નહોતી આવી, જેના કારણે આ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ અને વરિષ્ઠ નાગરિક તથા નિવૃત્ત પોલીસ અધિકારીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.

​ઘટનાક્રમ અને તબીબોની સારવાર:

જ્યાં ડૉ. ભાવેશ ઠક્કર અને ડૉ. ઉત્સવ દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી. આ તબીબોની દેખરેખ હેઠળ દર્દીની એન્જિયોપ્લાસ્ટી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને હૃદયની મુખ્ય ધમનીમાં સ્ટેન્ટ (Stent) મૂકવામાં આવ્યું હતું. પરિવારજનોના આક્ષેપ અનુસાર, સ્ટેન્ટ ઇમ્પ્લાન્ટ કર્યા બાદ દર્દીની તબિયતમાં સુધારો થવાને બદલે સતત કથળતી ગઈ હતી અને અંતે સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું

ફોરેન્સિક મેડિસિન વિભાગના અંતિમ અભિપ્રાયમાં પણ આ જ બાબત સ્પષ્ટપણે દર્શાવવામાં આવી છે કે એન્જિયોપ્લાસ્ટી પ્રક્રિયા બાદ સ્ટેન્ટ થ્રોમ્બોસિસ થવાના કારણે જ કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. આ જ કારણસર આ કેસમાં તબીબી દેખરેખ અને કાળજી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે
📲Get App