🔥 TRENDING Navi joining police સાવર કુંડલામાં ભારે વરસાદ પડ્યો Great Barbet suffers seizure, leaves c... Nagaland's Quest for Peace Through Dev... Madhya Pradesh Lokayukta clamps down o... Patwaris in Mandla Protest Against SDM...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

કચ્છ જિલ્લામાં ગ્રામ્ય સુરક્ષા કવચ યોજના હેઠળ પોલીસ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વના પગલાં લેવામાં આવી રહ્યા છે. આ યોજના અંતર્ગત કચ્છ જિલ્લાની ૨૩ આઉટ પોસ્ટ પર PSI કક્ષાના અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે.

✍️ Reporter: B. K. MAHESHWARI 🗓 18 Sep 2026, 10:34 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કચ્છ જિલ્લામાં ગ્રામ્ય સુરક્ષા કવચ યોજના હેઠળ પોલીસ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વના પગલાં લેવામાં આવી રહ્યા છે. આ યોજના અંતર્ગત કચ્છ જિલ્લાની ૨૩ આઉટ પોસ્ટ પર PSI કક્ષાના અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. આ માટે જિલ્લામાં PSI કક્ષાની નવી જગ્યાઓ ઉભી કરાશે, જેમાં પશ્ચિમ કચ્છ (ભુજ) અને પૂર્વ કચ્છ (ગાંધીધામ) વિસ્તારની આઉટ પોસ્ટનો સમાવેશ થાય છે.
રાજ્ય સ્તરે ગ્રામ્ય સુરક્ષા કવચ યોજના હેઠળ બિન-હથિયારી PSI સંવર્ગની કુલ ૨૦૦ નવી જગ્યાઓ ઉભી કરવામાં આવશે. કચ્છની આ ૨૩ આઉટ પોસ્ટ પર PSI કક્ષાના અધિકારીઓની નિમણૂકથી ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસની હાજરી વધુ મજબૂત બનશે અને પોલીસ તંત્રને વધુ કાર્યક્ષમ બનાવવામાં મદદ મળશે.
📲Get App