🔥 ट्रेंडिंग ओडिशा लेबर कार्ड घोटाला ओडिशा में आपदा प्रबंधन को मजबूती सोने की कीमत में उछाल दीपक ने एमएलसी के रूप में शपथ ली सफाई कर्मचारियों ने हड़ताल वापस ली समृद्धि एक्सप्रेसवे दुर्घटना में 2 की...
07 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, અમરેલી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો: ૧૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ

✍️ रिपोर्टर: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 06 अग. 2026, 08:16 PM 👁 23
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઔદ્યોગિક તાલીમ સંસ્થા, અમરેલી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો: ૧૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ

અમરેલી તા. ૦૬ ઓગસ્ટ,૨૦૨૬ -
ઔદ્યોગિક તાલીમ સંસ્થા, અમરેલી ખાતે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ્ય સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ પ્રસંગે જિલ્લા માહિતી કચેરીના ઈન્ચાર્જ નાયબ માહિતી નિયામક સુશ્રી પ્રિયંકાબેન પરમારે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહીને પોતાના હસ્તે વૃક્ષારોપણ કર્યું હતું અને ઉપસ્થિત સૌને પર્યાવરણના જતન અને સંરક્ષણ માટે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પ્રાંગણમાં અંદાજે ૧૦૦ જેટલા વિવિધ વૃક્ષોના છોડનું વાવેતર કરવામાં આવ્યુ હતુ. આ તકે સંસ્થાના આચાર્ય ડો. તેજલબેન ભટ્ટ, ફોરમેન ઇન્સ્ટ્રક્ટર શ્રી જે. જી. સાંયજા, શ્રી એ. આર. સાવલિયા, નિવૃત્ત ફોરમેન શ્રી એન. એમ. નસીત તેમજ સંસ્થાના સમગ્ર સ્ટાફગણ અને તાલીમાર્થીઓ ખૂબ જ ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમના અંતે માત્ર વૃક્ષો વાવવા પૂરતું સીમિત ન રહેતા, વાવેલા તમામ વૃક્ષોનો નિયમિત ઉછેર અને યોગ્ય જતન કરવાનો તમામ ઉપસ્થિતોએ દઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો તેમ આઈ.ટી.આઈ અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યુ હતુ.
📲Get App