🔥 TRENDING नवादा के रजौली में महिला की मृत्यु पर... One dead as birthday celebration turns... Tribal Woman Loses Toes in Madurai Bus... Three dead, 24 injured as LPU student... Gadkari calls for road safety to be bu... Crime Branch Files Chargesheet in Frau...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાત હાઈકોર્ટના નવા નિયમોનો ભરૂચ સહિત રાજ્યભરના વકીલો દ્વારા ઉગ્ર વિરોધ

ગુજરાત હાઈકોર્ટના નવા નિયમોનો ભરૂચ સહિત રાજ્યભરના વકીલો દ્વારા ઉગ્ર વિરોધ

✍️ Reporter: Shahid Mansuri 🗓 06 Aug 2026, 07:31 PM 👁 71
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાત હાઈકોર્ટ દ્વારા નવા કેસોના ફાઇલિંગ માટે A4 સાઈઝના પેપર અને નિર્ધારિત ફોન્ટ ફરજિયાત બનાવતા પરિપત્રનો રાજ્યભરના બાર એસોસિએશનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લા કોર્ટ બાર એસોસિએશનના વકીલોએ હડતાળ પાડી વિરોધ નોંધાવ્યો હતો.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા નવા કેસોના ફાઇલિંગ માટે A4 સાઈઝના પેપર તેમજ નિર્ધારિત ફોન્ટ અને લિપિનો ઉપયોગ ફરજિયાત બનાવતા જાહેર કરાયેલા પરિપત્રનો ભરૂચ સહિત રાજ્યભરના બાર એસોસિએશનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. આ નવા નિયમો વકીલો માટે વ્યવહારુ ન હોવાનું જણાવી તેનો સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

નવા નિયમોના વિરોધમાં ભરૂચ જિલ્લા કોર્ટ બાર એસોસિએશનના વકીલોએ ગુરુવારે કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત રહી હડતાળ પાડી વિરોધ નોંધાવ્યો હતો. આ હડતાળના પગલે કોર્ટમાં કામકાજ ઠપ્પ રહ્યું હતું અને અનેક કેસોની સુનાવણી મુલતવી રાખવી પડી હતી.

રાજ્યભરના અન્ય બાર એસોસિએશનો પણ આ પરિપત્રનો વિરોધ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. વકીલોની મુખ્ય માંગ છે કે જૂની પદ્ધતિ યથાવત રાખવામાં આવે અથવા તો નવા નિયમોમાં સુધારા કરવામાં આવે.
📲Get App