🔥 TRENDING Cesc Initiates New Land Negotiations,... Supreme Court to receive three new jud... Senator Marco Rubio says US downplays... India Mobile Congress 2026 Highlights... ABVP protests at Kerala School Sports... Congress Leader Arrested in Amritsar O...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ચોરીમા ગયેલ મોબાઇલ સાથે આરોપીને પકડી પાડતી તલોદ પોલીસ
Crime

ચોરીમા ગયેલ મોબાઇલ સાથે આરોપીને પકડી પાડતી તલોદ પોલીસ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 06 Aug 2026, 06:46 PM 👁 54
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, વિરેન્દ્રસિંહ યાદવ (IPS) સાહેબ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ (IPS) સાહેબ સાબરકાંઠાનાઓએ સાબરકાંઠા જીલ્લામાં બનતા

ચોરીમા ગયેલ મોબાઇલ સાથે આરોપીને પકડી પાડતી તલોદ પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, વિરેન્દ્રસિંહ યાદવ (IPS) સાહેબ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ (IPS) સાહેબ સાબરકાંઠાનાઓએ સાબરકાંઠા જીલ્લામાં બનતા મિલકત સંબંધી ગુન્હા શોધી કાઢવા સુચના કરેલ હોય, જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ.કે. પટેલ સાહેબનાઓના માગૅદશૅન હેઠળ અમો પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી.રાઠોડ નાઓની સુચનાથી ડી-સ્ટાફ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી.એલ.રાયજાદા તથા સર્વેલન્સ સ્કોડના માણસો આ દીશામાં સતત વોચ રાખી કાયૅરત રહેલ.

તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મોબાઇલ ચોરીની એફ.આઈ.આર. સંદર્ભે ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્સથી અ.પો.કો. વસંતકુમાર વિનોદભાઈ બ.નં.૮ નાઓને માહિતી મળેલ કે, તલોદ પોલીસ સ્ટેશન પાર્ટ.એ.ગુ.ર.નં.૧૧૨૦૯૦૪૯૨૪૦૧૧૦/૨૦૨૪ ઇ.પી.કો. કલમ. ૩૭૯ મુજબના કામે ચોરી થયેલ IQOO કંપનીનો Z6 5G મોબાઇલ જેનો આઈ.એમ.ઈ.આઈ. નંબર. ૮૬૪૦૭૫૦૬૮૮૬૩૬૭૬ તથા ૮૬૪૦૭૫૦૬૮૮૬૩૬૬૮ છે તે મોબાઇલ સૌરભસિહ સંતોષસિહ ઠાકોર પાસે છે જે ઇસમ મહિયલ જે.બી. હાઇસ્કુલની બાજુમા રહે છે જેથી પોલીસના માણસો સદર જગ્યાએ જઈ તપાસ કરતા એક ઇસમ મળી આવેલ જેનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ સૌરભસિંહ સંતોષસિંહ ઠાકોર રહે.મહિયલ જે.બી. હાઇસ્કુલની બાજુમા તા.તલોદ જી.સાબરકાંઠા મુળ રહે.ગઢકટરા તા.મનગમા જી.રિવા (મધ્યપ્રદેશ)નો હોવાનુ જણાવેલ જેથી સદરી ઇસમને તેની પાસે રહેલ મોબાઈલ બાબતે પુછતા જણાવેલ કે આજથી બેએક વર્ષ અગાઉ પોયડા બસ સ્ટેન્ડ પાસેથી મળી આવેલ હોવાનુ જણાવતો હોય જેથી પકડાયેલ આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

આમ તલોદ પોલીસ સ્ટાફ દ્વારા ચોરીનો ભેદ ઉકેલી પ્રશંશનીય કામગીરી કરેલ છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

(૧) શ્રી સી.જી.રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર

(૨) શ્રી બી.એલ.રાયજાદા પોલીસ સબ ઇન્સ્પેક્ટર

(૩) અ.હે.કો. ભાવિકભાઈ રાયભણભાઈ બ.નં.૪૬

(૪) અ.પો.કો. વસંતકુમાર વિનોદભાઇ બ.નં.૮

(૫) અ.પો.કો. સુરેશસિહ ચક્રુસિહ બ.નં.૯૬૭

(૬) અ.પો.કો. તુષારકુમાર રમેશભાઇ બ.નં.૯૯૬

(સી.જી.રાઠોડ) પોલીસ ઇન્સ્પેક્ટર તલોદ પોલીસ સ્ટેશન
📲Get App