🔥 TRENDING ସାମାନ୍ୟ ବଚସା ପରେ ଭଣଜା ଆଗରେ ମାମୁକୁ ଗୁଳି... મીલેટરી રોડ પર કાર ખાળિયામાં ખાબકી: ચા... ବନ୍ୟା ବେଳେ ଛୁଟିରେ ରହି RI ସସ୍‌ପେଣ୍ଡ କାଲି ହେବ OSSTET; ସୂଚନା ଦେଲେ ବୋର୍ଡ ସଭାପ... ଆସନ୍ତା ୮ ତାରିଖରେ କଂଗ୍ରେସ ପକ୍ଷରୁ ଓଡ଼ିଶା... Parveen and Ankush set for gold showdo...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલી જિલ્લાના ખેડૂતોએ એ.જી.આર. - ૫૦ ખેતીના ભારે સાધનો (ટ્રેક્ટર)ની ખરીદી માટે સહાય ચુકવણા દરખાસ્ત રજુ કરવી
Agriculture

અમરેલી જિલ્લાના ખેડૂતોએ એ.જી.આર. - ૫૦ ખેતીના ભારે સાધનો (ટ્રેક્ટર)ની ખરીદી માટે સહાય ચુકવણા દરખાસ્ત રજુ કરવી

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 06 Aug 2026, 09:00 AM 👁 66
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લાના ખેડૂતોએ એ.જી.આર. - ૫૦ ખેતીના ભારે સાધનો (ટ્રેક્ટર)ની ખરીદી માટે સહાય ચુકવણા દરખાસ્ત રજુ કરવી

અમરેલી તા. ૦૫ ઓગસ્ટ,૨૦૨૬ -
વર્ષ ૨૦૨૬-૨૭માં એ.જી.આર.-૫૦, ખેતીના ભારે સાધનો (ટ્રેક્ટર) યોજના અન્વયે અમરેલી જિલ્લાના ખેડૂતોને પૂર્વમંજુરી મેળવેલ છે. તેવા તમામ લાભાર્થીઓએ સરકારના ઠરાવની શરતો મુજબ એમ્પેનલ થયેલ મોડલ પૈકીના મોડેલ વાળા ટ્રેક્ટર્સની ખરીદી કરી, ટ્રેક્ટર પાસિંગ કરાવી તેમજ પૂર્વમંજુરીમાં દર્શાવેલ લાગુ પડતા ડોક્યુમેન્ટ્સ જેમ કે ટ્રેક્ટર ખરીદી બીલ (અસલ), નાણા ભર્યા પહોંચ, ઈ-વે બીલ (લાગુ પડતું હોય તે કિસ્સામાં), આર.ટી.ઓ.ની આર.સી.બુક.(સ્માર્ટ કાર્ડની નકલ), વીમા પોલીસીની નકલ, ખેતીવાડીના માન્ય મોડેલ સાથે એમ્પેનલ ભાવ વાળી નકલ, આઈ ખેડૂત પોર્ટલ પર ની ડીલર યાદી, આઈ ખેડૂત પોર્ટલ પરની સહી સાથેની ખેડૂત અરજી, પૂર્વમંજુરી નકલ, ૮-અ (અસલ), સંયુક્ત નામે જમીન હોય તો સંમતી પત્રક, કબુલાતનામું, સ્વ ઘોષણા પત્રક, સહાયના નાણાની એડવાન્સ સ્ટેમ્પ રસીદ, આધાર કાર્ડની નકલ, કેન્સલ ચેક/બેંક પાસ બુકની નકલ, ટ્રેક્ટર સાથે અરજદારનો ફોટો, દિવ્યાંગ પ્રમાણપત્ર(લાગુ પડતું હોય તો), જાતિનો દાખલો(લાગુ પડતા કિસ્સામાં) વગેરે સાધનીક કાગળો માન્ય કરેલ દરખાસ્ત નમુના સાથે જે તે તાલુકા કક્ષાએ પૂર્વમંજુરી તારીખ થી ૬૦ દિવસની મર્યાદામાં ખેતીવાડી કચેરીએ ગ્રામસેવકશ્રી(ખેતી)/વિસ્તરણ અધિકારીશ્રી(ખેતી)ને રજુ કરવાના રહેશે. તેમજ ડોક્યુમેન્ટ્સ આઈ ખેડૂત ૨.૦ પોર્ટલમાં અપલોડ કરવાના રહેશે. ખેડૂત દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ડોક્યુમેન્ટ્સ અપલોડ કરેલ હશે તો જ દરખાસ્ત માન્ય રહેશે. અન્યથા આપેલ દરખાસ્ત દફતરે(ફાઈલે) કરવામાં આવશે.

વધુમાં અરજદારશ્રી દ્વારા ટ્રેક્ટર ખરીદી ડોક્યુમેન્ટ્સ પૂર્વમંજુરી મળ્યેથી દિન - ૬૦માં રજુ કરવામાં નહીં આવે તો આ યોજનામાં સહાય મેળવવા માંગતા નથી. તેવું માનીને આપની પૂર્વમંજુરી અને અરજીને દફતરે(ફાઈલે) કરવામાં આવશે. જેની સઘળી જવાબદારી અરજદારશ્રીની રહેશે. અને તે બાબતે સહાય માટે કોઈ દાવો કે માંગણી કરી શકાશે નહીં. એ.જી.આર.-૫૦ ખેતીના ભારે સાધનો(ટ્રેક્ટર) યોજનામાં પૂર્વમંજુરી મેળવેલ તમામ ખેડૂતોએ તેની નોંધ લેવી તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
📲Get App